Western Times News

Gujarati News

ડીસાની સિવિલમાં ઓર્થાેપેડિક ડોક્ટરનો અભાવ

ડીસા, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી ડીસાની સરકારી હોસ્પિટલમાં બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનના અનેક દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.

આમ તો આલીશાન ડીસા સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સાધન સુવિધા ઉપલબ્ધ છે પરંતુ કેટલાક રોગોના તજજ્ઞ ન હોવાથી દર્દીઓને બહારની ખાનગી હોસ્પિટલમાં રઝળપાટ કરી લૂંટાવવાનો વારો આવ્યો હોવાની બૂમરાદ દર્દીઓમાં ઉઠવા પામી છે. વધુમાં સ્ટાફના પણ અભાવ વર્તાય છે. પ્રસુતિ વિભાગમાં ડોક્ટર છે પણ સોનોગ્રાફી મશીન બંધ હોવાથી અનેક દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે.

જાણવા મળતી માહિતી મુજબ ખાટલે મોટી ખોડની જેમ રાજ્યના કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર હોય અને તેમના જ ઘરઆંગણે સરકારી હોસ્પિટલમાં ઓર્થાેપેડીક ડોક્ટરની જગ્યા ખાલી પડી છે પરંતુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલમાં સ્ટાફની અને ડોક્ટરની ઘટ હોવાની પણ દરકાર ન લેતાં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે વાડ જ ચીભડાં ગળે ત્યાં ફરીયાદ કોને કરવી ? સરકારી હોસ્પિટલમાં તબીબની યોગ્ય સુવિધાના અભાવે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનો અને દર્દીના સગાઓને રઝળપાટ કરી લૂંટાવાનો વારો આવ્યો છે ત્યારે તાત્કાલીક અસરથી ઓર્થાેપેડીક ડોક્ટરની નિમણુંક અને સોનોગ્રાફી મશીન શરૂ કરવાની માંગણી ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.