Western Times News

Gujarati News

ઘાનાના નાયબ આરોગ્ય પ્રધાનની અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં સફળ સર્જરી કરાઈ

ઘાનાના નાયબ આરોગ્ય પ્રધાન શ્રીમતિ ટીના ગીફ્ટી મેન્સાહ ઘણાં લાંબા સમયથી ક્રોનિક સાયનસનો ભોગ બન્યા હતા. Ghana’s Deputy Health Minister Ms Tina Gifty Mensah undergoes successful surgery at KD Hospital, Ahmedabad Gujarat India. Ghana’s Deputy Health Minister – Ms. Tina Gifty Mensah, was suffering from Chronic Sinusitis since a long period of time.

In her pursuit of accurate & quality treatment, she consulted with several experts from different countries including the United States of America. Her medical condition eventually led her to contact KD Hospital for treatment, where she was then admitted.

તેમણે ચોકસાઈપૂર્વક અને ગુણવત્તાયુક્ત સારવાર માટે અમેરિકા સહિતના અલગ અલગ દેશના કેટલાક નિષ્ણાંતોનો સંપર્ક કર્યો હતો. તેમની તબીબી પરિસ્થિતિના કારણે તેમણે આખરે સારવાર માટે કેડી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો અને તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નિષ્ણાંત ડોક્ટરોએ ચોકસાઈપૂર્વક નિદાન કર્યા પછી સર્જીકલ ઈન્ટરવેન્શનમાં ચોકસાઈ ધરાવતી એડવાન્સ નેવિગેશન સિસ્ટમ મારફતે તેમને સફળ એન્ડોસ્કોપિક સાયનસ સર્જરી (FESS) અને સેપ્ટોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમની દિકરી ક્વિન હીલેરી પણ દાંતની કેટલીક સમસ્યાનો ભોગ બનેલી હતી તેમને પણ કેડી હોસ્પિટલ ખાતે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સારવાર આપવામાં આવી છે.

લાંબા સમયથી થતો દાંતનો દુઃખાવો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ તથા એસ્થેટિક્સ અને ફૂલ માઉથ સ્કેલીંગ (દાંત સાફ કરવાની પ્રક્રિયા) દ્વારા સિરામિક એલાઈનર્સની સારવાર કરીને દૂર કરવામાં આવ્યો હતો.

શ્રીમતી ટીનાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “મારી તબીબી બિમારી માટે મારે ઘણાં ડોક્ટરોનો સંપર્ક કરવો પડ્યો હતો, પરંતુ કેડી હોસ્પિટલે સાચુ નિદાન કર્યું હતું. હું કેડી હોસ્પિટલની તમામ નર્સ અને સપોર્ટીવ સ્ટાફનો અદ્દભૂત સર્વિસ બદલ આભાર માનું છું.

અહિંયા અમને અપવાદજનક રીતે ઉચ્ચ સ્તરની સારવાર મળી છે. જે કોઈ વૈશ્વિક સ્તરની ગુણવત્તાયુક્ત હેલ્થ કેર સર્વિસ મેળવવાની અપેક્ષા રાખતા હોય તેમણે કેડી હોસ્પિટલ અમદાવાદની મુલાકાત લેવી જ જોઈએ.”

કેડી હોસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર ડો. અદિત દેસાઈએ આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “અમે ખાસ કરીને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ઈમેજ ઉભી કરવા માટે નોંધપાત્ર કદમ ઉઠાવી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે દુનિયામાંથી વધુને વધુ દર્દીઓ કેડી હોસ્પિટલ ખાતે આવીને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓનો લાભ લેશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.