Western Times News

Gujarati News

વડોદરાના હરણી વિસ્તારમાં પાંચ લોકોને કૂતરા કરડ્યા

Files Photo

વડોદરા, વડોદરા મહાનગર પાલિકા લોકોને શહેરના માર્ગો ઉપર રઝળતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ આપવામાં નિષ્ફળ તો ગયું જ છે. પરંતુ, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શેરી કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ ગયું છે.

વડોદરા શહેરના હરણી સવાદ ક્વાર્ટરમાં છેલ્લા બે દિવસમાં પાંચ લોકોને કૂતરાઓ કરડતા ભયનો માહોલ ફેલાયો છે. સવાદ ક્વાર્ટરમાં રહેતા રવિભાઈએ જણાવ્યું હતું કે સવાદ ક્વાર્ટરમાં રખડતા કૂતરાઓએ લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ કરી દીધું છે.

છેલ્લા બે દિવસ દરમિયાન પાંચ લોકો પર હુમલો કરી ઈજા પહોંચાડી છે. આજે સવારે પણ કૂતરાઓએ હુમલો કરી બે વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે અમે કોર્પોરેશનના સંબંધિત વિભાગને અવારનવાર ફોન કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

સવાદ ક્વાર્ટરમાં રહેતાં બાળકોને ઘરની બહાર રમવું પણ મુશ્કેલ બની ગયું છે. સવાદ ક્વાર્ટરમાં કોઈને હાથે તો કોઇને પગ ઉપર કૂતરા કરડ્યા છે. સવાદ ક્વાર્ટરમાં ત્રાસરૂપ બનેલા કૂતરાઓથી કોર્પોરેશન મુક્તિ અપાવે તેવી અમારી માંગ છે.સ્થાનિક સોનલબેને જણાવ્યું હતું કે, અમારા બાળકોને ઘરની બહાર રમવા મોકલી શકતા નથી.

કોર્પોરેશનના સંબંધિત વિભાગમાં અનેક વખત રજૂઆત કરવા છતાં, કૂતરા પકડી જવામાં આવ્યા નથી. હજુ કોર્પોરેશન વધુ લોકોને કૂતરા કરડે તેની રાહ જાેઇ રહ્યું છે. તેવો સવાલ કરી, સવાદ ક્વાર્ટસમાથી કૂતરા પકડી જવા માંગ કરી છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.