Western Times News

Gujarati News

બદલાતા વાતાવરણથી ખેડૂત ચિંતિત: વરસાદની આગાહીથી ખેડૂતો સાથે વેપારીઓની ચિંતા વધી

પ્રતિકાત્મક

નવસારી , બદલાતા વાતાવરણને કારણે કેરીનો પાક નહીવત જ રહેવા પામ્યો છે, ત્યારે પવાનોની ગતિ વધવા સાથે જ ૨૫ મેના રોજ વરસાદની આગાહીએ ખેડૂતો સાથે વેપારીઓની પણ ચિંતા વધારી છે.

કારણ દોઢ મહિનો મોડી શરૂ થયેલી કેરીની સીઝન ૧૦ જૂન સુધીમાં પુરી થશે અને હજી કેરીનો સારો ફાલ આંબા ઉપર જ રહેતા વરસાદી મહોલથી રોગ, જીવાત પડવાની બીક સાથે જ કેરીના ભાવ આસમાને પહોંચે એવી સંભાવના સેવાઇ રહી છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યો છે. ગત વર્ષોમાં ઠંડી વધુ પડતી હતી, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીનો પારો ૪૦ ડીગ્રી સુધી પહોંચ્યો હતો.

જેને કારણે ફળોના રાજા કેરીના પાકને મોટી અસર થઈ હતી. વધુ પડતી ગરમીને કારણે કેરીના ફળ ઝાડ ઉપર જ પાકી જવા સાથે જ ફળની સાઈઝ પણ નાની રહી હતી. વાતાવરણને કારણે દોઢ મહિનો મોડી કેરીની સીઝન શરૂ થઈ અને ૨૦ ટકા જ ઉત્પાદન હોવાનું અનુમાન કરાયું હતું.

કેરીનો પાક ફેલ થતા ખેડૂતો સાથે જ આંબાવાડી રાખનારાઓને પણ લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.હવે જ્યારે બજારમાં કેરીની વ્યવસ્થિત આવક શરૂ થયાને થોડા જ દિવસો થયા છે, ત્યારે ફરી વાતાવરણીય બદલાવે ખેડૂતોની ચિંતા વધારી છે. કારણ છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ૧૫ કિમીથી વધુની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે.

જેને કારણે તૈયાર કેરીમાં ખરણની માત્રા વધવાની ભીતિ છે. સાથે જ ૨૫ મેના રોજ વરસાદની આગાહી છે, જેથી વરસાદ વહેલો આવે તો કેરીમાં રોગ અને જીવાત પડી શકે છે. જેથી કુદરતની માર સામે ખેડૂત લાચાર બન્યો છે.

જ્યાં બદલાતા વાતાવરણથી ખેડૂત ચિંતિત છે ત્યાં કેરીનો વેપાર કરતા વેપારીઓ પણ ઓછી આવકને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ હાલમાં બે-ત્રણ દિવસોથી જ નવસારી APMC માં કેરીની રોજની લગભગ ૩ હજાર મણ આવક થઈ રહી છે.

જેના કારણે ૧૦ કિલો કેરીનો ભાવ ૯૦૦ થી ૧૫૦૦ રૂપિયા પહોંચ્યો છે. પરંતુ ઝડપી પવનો અને જાે વરસાદ પડે, તો કેરીની આવક ૨૦ ટકાથી પણ ઓછી થવા સાથે જ ગુણવત્તા પણ નબળી પડતા લોકોની થાળીમાં કેરી ભાગ્યેજ જાેવા મળશે. ઓછી આવક અને નબળી ગુણવત્તાને કારણે ભાવમાં પણ વધારો જાેવા મળશે.

જેથી સીઝનમાં કરોડોનો વેપાર કરતા નવસારી APMC ના વેપારીઓ પણ આર્થિક નુકશાની વેઠવાની ભીતિ સેવી રહ્યા છે. છેલ્લા એક દશકમાં વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો છે અને હવે તો ઋતુચક્ર પણ બદલાઈ રહ્યું હોય એવી સ્થિતિ બની છે. ત્યારે કેરી રસિકોને ગરમી બાદ વરસાદી માહોલ કેરીની મીઠાશથી દૂર રાખશે એવી સંભાવના જાેવાઇ રહી છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.