Western Times News

Gujarati News

કમલમમાં ભાજપની કારોબારી બેઠક: OBC, SC અને ST સમાજને લઈ નેતાઓને સોંપાયો ટાસ્ક

ગાંધીનગર, ચૂંટણી પહેલાં કમલમમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી. જેમાં OBC, SC અને ST સમાજ પર ફોકસ રાખવાના આદેશઓ અપાયા હતા. કારોબારીમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મુદ્દાઓ પર મહામંથન કરવામાં આવ્યું હતું.બન્ને વિસ્તારમાં ભાજપના કાર્યકરોને વધારે કામગીરી કરવા રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો.

તેમજ OBC, SC અને ST સમાજના આગેવાનોને આગળ લાવવા અને ગ્રામીણ વિસ્તારમાં મંડળીઓ અને ખેડૂતો સાથે સતત સંવાદ કરવા સૂચન આપવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકારની કામગીરીને લોકો સુધી પહોંચાડવા નિર્દેશ આપ્યો હતો. સાથે જ રાજ્યમાં ક્લસ્ટર પ્રમાણે ફોકસ કરવા મંથન કરવામાં આવ્યું હતું.

કારોબારી બેઠક સહકાર અંગે કેન્દ્રિયમંત્રી પુરુસોત્તમ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે બેઠકમાં ભાજપના સરકારના શાસનમાં આવેલ પરિવર્તનની ચર્ચા કરવામાં આવી છે.૧૯૯૫માં ભાજપની સ્પષ્ટ બહુમતીથી સરકાર આવી અને કેશુભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર બની.

તેમાંય કેશુભાઈની સરકારે લો એન્ડ ઓડરને સારી રીતે પ્રસ્થાપિત કર્યો. ગુજરાતમા ઘણા લાંબા સમયથી શાસનની ધાક પડી, મોદીજી CM હતા તે સમયે જ્યોતિગામ યોજના લાવ્યા જે થકી ૨૪ કલાક વીજળી આપવાનો ર્નિણય થયો.રાજ્યમાં વીજળી અને ખેતી વિજળીના કનેક્સનનું વર્ગીકરણ થયું

વધુમાં રૂપાલાએ કહ્યું કે આરોગ્ય શિક્ષણ અને પાણી જડમૂળથી ઉભું કરવાનો યશ ભાજપને જાય છે. ગુજરાતના વિકાસમાં ભાજપનો ફાળો સિંહ ફાળો રહ્યો છે. મા કાર્ડ અને ૧૦૮માં મોદીજીએ રાજ્યમાં અમલમાં મૂકી, હવે આ યોજનાનો લાભ દેશને મળી રહ્યો છે. ભારત સરકારને કોવિડ મેનેજમટ માટેની સિદ્ધિઓ અંગે વિશ્વ આખું વખાણે છે.

વેકસીન દેશમાં બની વિશ્વમાં મોકલવા અંગે શ્રેય ભારતને મળ્યો.યુક્રેન-રશિયા યુદ્ધમાં ઓપરેશન ગંગાનો શ્રેય વિશ્વમાં ભારતને મળ્યો. આમ ગુજરાત તેમજ કેન્દ્ર સરકારની સિદ્ધીઓ ગણાવી હતી.

ગાંધીનગર કમલમ ખાતે એક દિવસીય પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. જેમાં સેવા અને સુશાસનના ૮ વર્ષની ઉજવણી અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ૩૦ મેના રોજ ૮ વર્ષ પૂર્ણ થતાં ૧૫ દિવસ સુધી ભાજપ દ્વારા કાર્યક્રમો ચાલશે.

જેમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા ૮ વર્ષ સિદ્ધિ પુસ્તકનું વિમોચન કરશે. સાથે ૮ વર્ષના સેવા સુસાશન અને ગરીબ કલ્યાણની વાત થશે. સાથે જ કારોબારી બેઠકમાં ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બેઠકમાં વિધાનસભા ચૂંટણી અંગે રણનીતિ ઘડવામાં આવી છે.

સાથે ૧૧, ૧૨, ૧૩ જૂન માટે વિસ્તારક યોજના ઘડવામાં આવી છે. જેથી ૧૮૨ વિધાનસભામાં ૬ મહિના માટે વિસ્તારકો જશે. ઉપરાંત ૩ દિવસ માટે તાલુકા પંચાયતમાં જશે. અહીં વિસ્તારકો પેજ સમિતિના પ્રમુખો, બૂથ સમિતિ અને બૂથના લાભાર્થીનો સંપર્ક કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા અને મંડળના મોરચાના કાર્યકરો પણ જાેડાશે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.