Western Times News

Gujarati News

આણંદ જિલ્લા દારૂનો વ્યવસાય કરતી મહિલાઓ હવેે આઈસ્ક્રીમનું વેચાણ કરશે

આણંદ, શહેરમાં દારૂના વ્યવસાયમાં રહેલી મહિલાઓને આ બદનામ વ્યવસાયમાંથી બહાર કાઢી તેઓ ઉન્નત મસ્તકે જીવી શકે તે માટે જિલ્લા સુરક્ષાસેતુ સોસાયટી દ્વારા પ્રાયોગિક ધોરણે એક મહિલાને દારૂના વ્યવસાયમાંથી બહાર કાઢી આઈસ્ક્રીમ પાર્લર કરી આપેલ છે.

જાે આ પ્રયોગ સફળ થશે તો શહેર સહિત જિલ્લાભરમાં અન્ય પાર્લર શરૂ કરાશે. સામાન્ય રીતે પરિવારના ગુજરાન માટે કેટલીક મહિલાઓ દારૂના વ્યવસાયમાં ધકેલાઈ જતી હોય છે. ત્યારે આણંદના પોલીસ અધિક્ષક અજિત રાજીયણ દ્વારા દેશી દારૂનો ધંધો કરતી મહિલાઓ દારૂના બદનામ વ્યવસાયને કાયમી તિલાંજલિ અર્પિ સામાજિક ક્ષેત્રે માનભેર જીવી શકે તે માટે અનોખી પહેલ કરી કરી છે.

શહેરમાં વિદ્યાડેરી ખાતે રહેતા દક્ષાબેન ચૌહાણ અગાઉ દારૂનો વ્યવસાય કરતા હતા તેઓને આ બદનામ ધંધો પસંદ હતો નહી તેમ છતાં પરિવારનાં ગુજરાન માટે તેઓ દારૂ વેંચતા હતા.

આણંદના પોલીસ અધિક્ષક અજિત રાજયણએ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ મહિલાને એસપી કચેરી બહાર આઈસ્ક્રીમ પાર્લર માટે જગ્યા આપી આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરવા મદદ કરી છે. જેથી દક્ષાબેન દારૂના વ્યવસાયને તિલાંજલી આપી આઈસ્ક્રીમ વેચાણ કરશે. આ માટે મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.

પોલીસ દ્વારા એક પ્રયોગ કરવામાં આવશે અને જાે આ પ્રયોગ સફળ થશે તો પોલીસ દ્વારા જિલ્લા ભરમાં દારૂનો વ્યવસાય કરતી મહિલાઓને દારૂના વ્યવસાયમાંથી બહાર લાવી આઈસ્ક્રીમ પાર્લરનાં વ્યવસાય શરૂ કરાવશે. જેથી મહિલાઓ ઉન્નત મસ્તકે સામાજિક જીવન જીવી શકે. આણંદ શહેરમાં આવતીકાલે આ પ્રથમ આઈસ્ક્રીમ પાર્લરનું ઉદઘાટન કરવામાં આવનાર છે. આણંદ પોલીસની આ ઉમદા પહેલને લોકો આવકારી રહ્યા છે.HS3


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.