કાન્સથી અચાનક પરત ફરી ઐશ્વર્યાએ મમ્મીને બર્થ ડે પર આપી સરપ્રાઈઝ

ઝનાનીના ખોળામાં બેસી ગઈ આરાધ્યા
ઐશ્વર્યા રાયે મમ્મી, દીકરી આરાધ્યા અને પતિ અભિષેક બચ્ચન સાથેની સેલિબ્રેશન દરમિયાનની તસવીરો શેર કરી
મુંબઈ, બર્થ ડે એ તમારા પ્રિયજનોને સ્પેશિયલ ફીલ કરાવવા વિશે છે. કોઈ વ્યક્તિ પ્રિયજનને બર્થ ડે પર તેમને ગમતી વસ્તુ ગિફ્ટમાં આપે છે તો કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરે છે. ઐશ્વર્યા રાય, જે તેના મમ્મી વૃંદા રાય સાથે ક્લોઝ બોન્ડ ધરાવે છે તેણે પણ તે તેમના બર્થ ડેના દિવસે તેમની સાથે રહે તેવી ખાતરી કરી હતી. ખાસ દિવસના સેલિબ્રેશન માટે એક્ટ્રેસે કાનથી પરત ફરીને મમ્મીને સરપ્રાઈઝ આપી હતી.
ઐશ્વર્યા રાયે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મમ્મી, દીકરી આરાધ્યા અને પતિ અભિષેક બચ્ચન સાથેની સેલિબ્રેશન દરમિયાનની તસવીરો શેર કરી છે. આ સિવાય મમ્મીને વિશ કરતી સ્પેશિયલ પોસ્ટ પર શેર કરી છે. ઐશ્વર્યા રાયે મમ્મીને વિશ કરતાં તેમની સોલો તસવીર શેર કરી છે. જેમાં વૃંદા રાય પીચ કલરના ડ્રેસમાં જાેવા મળી રહ્યા છે. સાથે તેણે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે વ્હાલી ડાર્લિંગ મમ્મી-ડોડા. હંમેશા તને પ્રેમ. ભગવાન હંમેશા તારા પર આશીર્વાદ વરસાવતા રહે’. ઐશ્વર્યા રાયે આ સિવાય મમ્મી, દીકરી અને પતિ સાથેની સુંદર તસવીર શેર કરી છે. જેમાં ચારેયની બ્રાઈટ સ્માઈલ જાેવા મળી રહી છે.
તસવીરના બેકગ્રાઉન્ડમાં એક્ટ્રેસના દિવંગત પિતાનો ફોટો પણ જાેઈ શકાય છે. તસવીરના કેપ્શનમાં તેણે કેટલાક ઈમોજી મૂક્યા છે. અન્ય તસવીરમાં ઐશ્વર્યા રાયને મમ્મી અને દીકરી સાથે પોઝ આપતી જાેઈ શકાય છે. આરાધ્યાએ તેના હાથ નાની ફરતે વીંટાળ્યા છે અને તેમના ખોળામાં બેઠી છે. ટેબલ પર ફ્લાવર અને કેક પડી છે. બેકગ્રાઉન્ડમાં પરિવારના સભ્યોની થ્રોબેક તસવીરોની ફોટો ફ્રેમ પડી છે.
જેમાંથી એક તસવીર આરાધ્યા માંડ એક વર્ષની હશે ત્યારની છે, એક તસવીર ઐશ્વર્યા અને તેના ભાઈના બાળપણની છે. એક તસવીરમાં ઐશ્વર્યા અને તેનો ભાઈ માતા-પિતા સાથે છે. એક્ટ્રેસના યુવાનીના સમયનો પણ એક ફોટો જાેઈ શકાય છે. ઐશ્વર્યા રાયે ગત અઠવાડિયે પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. જ્યાં બે દિવસ સુધી તેણે રેડ કાર્પેટ પર વૉક કર્યું હતું. પહેલા દિવસે તેણે બ્લેક કલરનું ગાઉન પહેર્યું હતું.
જેની સ્લીવમાં ફ્લાવર લગાવેલા હતા. બીજા દિવસે તેણે વિનસની થીમ પર બનાવેલા ગાઉનમાં એન્ટ્રી મારી હતી. તેણે તેની પણ તસવીરો શેર કરી હતી. ઐશ્વર્યા રાયે વર્ષ ૨૦૦૨માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી દર વર્ષે અચૂક ભાગ લે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ઐશ્વર્યા રાય ઘણા વર્ષથી ફિલ્મી પડદાથી દૂર છે. તે મણિરતન્મની ફિલ્મથી ખૂબ જલ્દી કમબેક કરવાની છે.sss