Western Times News

Gujarati News

દયાબેન ઉલ્ટા ચશ્મામાં ટૂંક સમયમાં જાેવા મળશે

પ્રોડ્યુસર અસિત મોદીએ કર્યું કન્ફર્મ

વર્ષ ૨૦૧૭માં દિશા વાકાણી ઉર્ફે દયાભાભી મેટરનિટી બ્રેક પર ગયા પછીથી દયાબેનનું પાત્ર શોમાંથી ગાયબ છે
મુંબઈ,
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ પોતાના ફેવરેટ કેરેક્ટર્સમાંથી એક દયાબેનના પાછા આવવાની રાહ જાેઈ રહ્યા છે. તે માત્ર આજથી નથી, પરંતુ ઘણા વર્ષોથી ફેન્સ દયાબેનને જાેવા આતુર છે. તેમને દયાબેન અને જેઠાલાલના મસ્તી-મજાકની યાદ આવી રહી છે. જાેકે, ફેન્સની પાસે હવે ખુશ થવાની મોટું કારણ છે, કેમકે ફેમસ સિટકોમના મેકરે દયાબેન પાછા આવવાના હોવાની વાત કરી છે. પ્રોડ્યૂસર અસિત મોદીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો કે, તે દયાબેનને પાછા લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અસિત મોદીએ તાજેતરમાં જ જણાવ્યું કે, તે દયાબેનને પાછા લાવવા અંગે વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘અમારી પાસે દયાબેનના કેરેક્ટરને પાછા ન લાવવાનું કોઈ કારણ નથી. પરંતુ આપણે બધાએ તાજેતરના દિવસોમાં મુશ્કેલ સમયનો સામનો કર્યો છે. ૨૦૨૦-૨૧ આપણા બધા માટે ઘણો મુશ્કેલ સમય હતો. પરંતુ, હવે સ્થિતિ સુધરી ગઈ છે, ૨૦૨૨માં કોઈપણ સારા સમયે અમે દયાબેનના પાત્રને પાછું લાવવા જઈ રહ્યા છીએ અને દર્શકોને ફરી એકવખત જેઠાલાલ અને દયાભાભીનો મજાકીયો અંદાજ જાેવા મળશે. એમ પૂછવા પર કે શું દિશા વાકાણી દયાબેન તરીકે પાછા આવશે, તો અસિત મોદીએ કહ્યું કે, ‘મને હજુ સુધી નથી ખબર કે દિશા વાકાણી દાયબેન તરીકે પાછા આવશે કે નહીં. દિશાજી સાથે અમારા બધાના સારા સંબંધ છે. અમે એક પરિવાર જેવા છીએ. પરંતુ, હવે તેઓ પરણિત છે અને તેમને એક બાળક છે અને દરેક પોત-પોતાની જવાબદારીમાં વ્યસ્ત થઈ જાય છે. આપણા બધાની પોતાની જિંદગી હોય છે, એટલે હું એ વાત નહીં કરી શકું. પરંતુ, જે પણ દિશાબેન કે નિશાબેન, તમને દયા ચોક્કસ મળશે. અમે એક ટીમના રૂપમાં એ જ મસ્તી આપવાનો પૂરો પ્રયાસ કરીશું, જે અમે તમને પહેલા આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં દિશા વાકાણી મેટરનિટી બ્રેક પર ગયા પછીથી દયાબેનનું પાત્ર શોમાંથી ગાયબ છે. તેમણે એક દીકરીને જન્મ આપ્યો છે અને તે પછી તેઓ શોમાં પાછા આવ્યા નથી, કેમકે તેઓ પોતાની જવાબદારીમાં વ્યસ્ત થઈ ગયા છે. દિશાએ ઓક્ટોબર ૨૦૧૯માં એક ખાસ ફોન સીન શૂટ કર્યો હતો. એ જાેવું રસપ્રદ રહેશે કે શું દિશા વાકાણી દાયબેનના રૂપમાં પાછા આવશે કે દર્શકોને એક નવો ચહેરો જાેવા મળશે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.