હાર્દિકે અમારો કે અમે હાર્દિકનો સંપર્ક કર્યો નથી
અમદાવાદ, ગુજરાતમાં ચૂંટણી ટાણે રાજકારણમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને હાર્દિક પટેલના નામની ખૂબ જ બોલબોલા છે. હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસને બાય બાય કહી દીધું છે, પરંતુ હવે તે કંઈ પાર્ટીમાં જાેડાશે તેણે લઈને ગૂંચવાડો ઉભો થઈ રહ્યો છે.
હાર્દિકને લઈને ભાજપના અનેક નેતાઓનું વિરોધાભાસી નિવેદન અને ક્યાંક ભાજપમાં જાેડાવા અંગેના અહેવાલોમાં સાચું શું તેમાં ગુજરાતની જનતા અટવાઈ છે. ગુજરાતની રાજનીતિમાં પાટીદાર ફેક્ટર કેવા સમીકરણો ઉભા કરે છે અને કઈ પાર્ટીને કયા નેતા લાભ પહોંચાડે તે આવનારો સમય દેખાડશે.
પરંતુ આગામી ચુંટણીમાં લઉવા અને કડવા પટેલના મત વહેંચાઈ શકે છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું હાર્દિક પટેલ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે, હાર્દિક પટેલે અમારો સંપર્ક કર્યો નથી, એટલે હાલમાં હાર્દિક પટેલના ભાજપમાં જાેડાવાનો પ્રશ્ન નથી.
હાર્દિક પટેલનો ર્નિણય એમનો વ્યક્તિગત ર્નિણય છે. અમારા સુધી હાર્દિક પટેલના કોઈ સમાચાર આવ્યા નથી. આગામી સમયમાં એમણે પોતે ર્નિણય કરવાનો છે કે ભાજપમાં જાેડાવું કે નહીં.
પ્રદીપસિંહ વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું કે, હાર્દિક પટેલે આગામી સમયમાં પોતાની જાતે જ ર્નિણય કરવાનો છે કે તેમણે ભાજપમાં જાેડાવવું જાેઈએ કે નહીં. ભાજપના આ પ્રકારના નિવેદનથી એ સ્પષ્ટ થયુ છે કે, હાર્દિક માટે ભાજપના દ્વાર ખુલ્લા જ છે. હાર્દિક ભાજપમાં સામેલ થાય તો પાર્ટીના કોઈ પણ નેતાને વાંધો નથી.SS1MS