Western Times News

Gujarati News

ખંભોળજમાં ૧૪ વર્ષની બાળા પર રેપ કરનાર યુવાનને આજીવન કેદ

આણંદ, આણંદ તાલુકાના ખંભોળજ ગામે ગત વર્ષે ૧૪ વર્ષની બાળાને ગીફટની લાલચ આપી ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ૩૦ વર્ષીય યુવાનને કોર્ટે શનિવારે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

ખંભોળજ ખાતે આવેલા એક મહોલ્લામાં અલ્પેશ ઉર્ફે કાનો પાઉલભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) પોતાના પરિવાર સાથે રહે છે. ગત વર્ષે તેણે ચૌદ વર્ષની એક બાળાને પ્રેમના નામે લપેટી હતી.

કિશોરીને ભેટ આપવાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી હતી. બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે અવારનવાર બાળાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો તેના વિરુદ્ધ ગત તા.ર૧ માર્ચ ર૦ર૧ના રોજ ગુનો દાખલ થયો હતો. પોલીસે બીજા દિવસે તેની ધરપકડ કરી હતી તપાસ પૂર્ણ થયા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજુ થયું હતું.

આ કેસ આણંદના સ્પે. પોસ્કો જજ જી.એચ.દેસાઈની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો જયાં જિલ્લા સરકારી વકીલ એન.પી. મહીડાએ અગિયાર મૌખિક પુરાવા અને ૧૬ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.

બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટએ અલ્પેશ ઉર્ફે કાનો પાઉલભાઈ રાઠોડને ઈપીકો કલમ ૩૬૩ના ગુનામાં ૩ વર્ષની સખ્ત કેદ અને રૂ.પાંચ હજારનો દંડ, જાે દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ.

ઈપીકો કલમ ૩૬૬(એ)ના ગુનામાં ૭ વર્ષની સખ્ત કેદ અને રૂ. સાત હજારનો દંડ, જાે દંડ ન ભરે તો વધુ ચાર માસની સાદી કેદ, પોકસો એકટની કલમ ૪ ૧૭ ના ગુનામાં આજીવન કેદ અને રૂ.૧૦ હજારનો દંડ, જાે દંડ ન ભરે તો વધુ ૮ માસની કેદ તેમજ પોકસો એકટની કલમ ૬-૧૭ના ગુનામાં આજીવન કેદ અને રૂ.૧૦ હજારનો દંડ દંડ ન ભરે તો વધુ ૮ માસની કેદ આ ઉપરાંત કોર્ટએ ભોગ બનનાર બાળાને કુલ પ લાખનું વળતર ચુકવવા આદેશ આપ્યો હતો. કોર્ટએ જણાવ્યું હતું કે આ કેસમાં બીજાે આરોપી શૈલેષ દાઉદભાઈ પરમાર નાસતો ફરી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.