Western Times News

Gujarati News

સ્ટીલ અને સિમેન્ટના ભાવો ઘટી જશેઃ બાંધકામ ઉદ્યોગને રાહત

કેન્દ્ર સરકારે સ્ટીલમાં નિકાસ ડયુટી લાદતા તેજી ‘ઠંડી’ પડી ગઈ : સ્ટીલ ઉદ્યોગમાં અફડાતફડીનો માહોલ: ભાવમાં 10થી15 ટકાનો ઘટાડો થવાની શકયતા

નવી દિલ્હી, મોંઘવારીને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાથી માંડીને કેટલાક મહત્વપૂર્ણ પગલા લીધા હતા જેને પગલે લોખંડના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ કદમથી લોખંડના વેપારીઓમાં ઉહાપોહ સર્જાયો છે પરંતુ રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રોએ આવકાર આપ્યો છે. The government on Saturday waived customs duty on the import of some raw materials, including coking coal and ferronickel, used by the steel industry, a move which will lower the cost for the domestic industry and reduce the prices.

મોંઘવારીના વર્તમાન દૌરમાં ખાદ્ય ચીજોથી માંડીને સ્ટીલ, સિમેન્ટ વગેરે વસ્તુઓમાં પણ બેફામ ભાવવધારો થયો હતો. સ્ટીલના ઉંચા ભાવને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ દેકારો બોલી ગયો હતો અને દેશ લેવલે સંખ્યાબંધ પ્રોજેકટો મુશ્કેલીમાં પડયા હતા.

એટલું જ નહી સરકારી પ્રોજેકટો પણ અટકી જાય તેવી પરીસ્થિતિ સર્જાઈ હતી. કેન્દ્ર સરકારે આ હાલત નિવારવા માટે શનિવારે સ્ટીલ પર એકસપોર્ટ ડયુટી લાદવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી નિકાસ પર ઝીરો ડયુટી હતી. તેને બદલે 15 ટકા ડયુટી ઝીંકવામાં આવી હતી.

આ કદમથી વિશ્વબજારમાં ભારતીય સ્ટીલની કિંમતમાં 15 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારના આ ઓચિંતા નિર્ણયથી સ્ટીલના નિકાસકારો તથા વિક્રેતાઓમાં ઉહાપોહ સર્જાયો હતો. સાથોસાથ શેરબજારમાં ટીસ્કો સહિત એનએમડીસી, ટાટા સ્ટીલ, ઝીન્દાલ સ્ટીલ,

જેએસડબલ્યુ સ્ટીલ જેવી સ્ટીલ કંપનીઓના શેરોમાં પણ 10થી માંડીને 17.40 ટકા સુધીના ગાબડા પડયા હતા. નિકાસ ડયુટી લાદવાના સરકારના નિર્ણયને સ્ટીલ કંપનીઓ અને કારોબારીઓ નેગેટીવ ગણાવે છે અને એવો દાવો પેશ કરે છે કે રોકાણકારોમાં તેનો નેગેટીવ મેસેજ પહોંચશે ઉપરાંત વિસ્તરણ પ્રોજેકટને પણ અસર થશે. નિકાસની તક પણ ગુમાવવી પડશે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે નિકાસ ડયુટીને પગલે ઘરઆંગણે સ્ટીલના ભાવમાં 10થી15 ટકાનો ઘટાડો થઈ શકે છે. કેન્દ્ર સરકારના કદમ સામે સ્ટીલ ઉદ્યોગમાં નારાજગી વચ્ચે રિયલ એસ્ટેટ કંપનીઓએ આવકાર આપ્યો છે. ક્રેડાઈ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે સ્ટીલ અને સીમેન્ટના ભાવમાં ઘટાડો કરતા સરકારના પગલાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને લાભ થશે અને અટવાયેલા પ્રોજેકટો આગળ ધપાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.