Western Times News

Gujarati News

સ્કૂલમાં ગોળીબાર, 14 બાળકોના મોત: પોલીસે ૧૮ વર્ષના હુમલાખોરને ઠાર માર્યો

ટેક્સાસ,  અમેરિકાના ટેક્સાસથી એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. અહીંની એક પ્રાથમિક શાળામાં 18 વર્ષના યુવકે 14 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકની ગોળી મારીને હત્યા કરી નાખી. Teenage gunman kills 18 children in elementary school at Texas-USA

અમેરિકી મીડિયાએ ગવર્નર ગ્રેગ એબોટને ટાંકીને જણાવ્યું કે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં થયેલા ગોળીબારમાં 14 બાળકો અને એક શિક્ષક સહિત 15 લોકોના મોત થયા છે. તે જ સમયે, પોલીસની જવાબી કાર્યવાહીમાં ૧૮ વર્ષીય હુમલાખોર પણ માર્યો ગયો છે.

ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું હતું કે આ ગોળીબાર 2012ના સેન્ડી હૂક એલિમેન્ટરી સ્કૂલના ગોળીબાર કરતાં વધુ ઘાતક હતું. તેણે જણાવ્યું કે આ ઘટના ટેક્સાસના નાના શહેર ઉવાલ્ડેમાં બની છે, અહીંની વસ્તી 20,000થી ઓછી છે.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટના જણાવ્યા અનુસાર બંદૂકધારીનું નામ સાલ્વાડોર રામોસ હતું, જે આ વિસ્તારનો રહેવાસી હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.