Western Times News

Gujarati News

કોંગ્રેસના પોલિટિકલ અફેર્સ ગ્રુપમાં રાહુલ, ટાસ્ક ફોર્સ ૨૦૨૪માં પ્રિયંકાને સ્થાન

નવી દિલ્હી, નેતૃત્વ પરિવર્તનની વધતી માંગ વચ્ચે કોંગ્રેસે પોલિટિકલ અફેર્સ ગ્રુપ અને ટાસ્ક ફોર્સ ૨૦૨૪ની રચના કરી છે. રાહુલ ગાંધીને પોલિટિકલ અફેર્સ ગ્રુપમાં સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે ટાસ્ક ફોર્સ ૨૦૨૪માં પ્રિયંકા ગાંધીને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આ સાથે જ પ્રશાંત કિશોરના સહયોગી અને જી-૨૩ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભારત જાેડો યાત્રામાં દિગ્વિજય સિંહ અને સચિન પાયલટને સ્થાન આપવામાં આવ્યું છે. હકીકતમાં કોંગ્રેસે હાલમાં જ ઉદયપુરમાં ૩ દિવસીય ચિંતન શિબિર બોલાવી હતી.

આ દરમિયાન સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં સંગઠનાત્મક પરિવર્તનની વાત કરી હતી. આટલું જ નહીં તેમણે પોલિટિકલ અફેર્સ ગ્રુપ અને ટાસ્ક ફોર્સની રચના કરવાની પણ જાહેરાત કરી હતી. સોનિયા ગાંધીએ તાત્કાલિક અસરથી ભારત જાેડો યાત્રા માટે પોલિટિકલ અફેર્સ ગ્રુપ, ટાસ્ક ફોર્સ અને સેન્ટ્રલ પ્લાનિંગ ગ્રુપની રચના કરવાની જાહેરાત કરી છે.

આ નેતાઓને પોલિટિકલ અફેર્સ ગ્રુપમાં સ્થાન આપ્યુઃ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે , ગુલામ નબી આઝાદ, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, આનંદ શર્મા, કેસી વેણુગોપાલ,જિતેન્દ્ર સિંહ.

ટાસ્ક ફોર્સમાં કોનો સમાવેશ થયો? પી ચિદમ્બરમ, મુકુલ વાસ્નિક, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ, અજય માકન, પ્રિયંકા ગાંધી, રણદીપ સુરજેવાલા,સુનિલ કાનુગોલુ. ભારત જાેડો યાત્રાના સમન્વય માટે રચાયેલા સેન્ટ્રલ પ્લાનિંગ ગ્રુપમાં આ નેતાઓને સ્થાન મળ્યુઃ દિગ્વિજય સિંહ, સચિન પાયલટ, શશિ થરૂર, રંવીત સિંહ બિટ્ટુ, કેજે જ્યોર્જ, જાેથી માની, પ્રદ્યુત બોલદોલોઈ, જીતુ પટવારી, સલીમ અહમદ
ટાસ્ક ફોર્સ શું કામ કરશે? ટાસ્ક ફોર્સના દરેક સભ્યને સંસ્થા, સંચાર અને મીડિયા, આઉટરીચ, ફાઈનાન્સ અને ચૂંટણી સંચાલન સંબંધિત કામ સોંપવામાં આવશે. આ સભ્યોની પોતાની ટીમ હશે. આ અંગેની માહિતી હવે પછી આપવામાં આવશે. આ ટાસ્ક ફોર્સ ઉદયપુર ૯ સંકલ્પની જાહેરાતો અને ૬ જૂથોના રિપોર્ટના આધારે કામ કરશે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.