જગન્નાથ મંદિરના પુજારીના પુત્રને ગોળી મારી હત્યા કરવામાં આવી
ભુવનેશ્વર, ઓડિશાના પુરી જગન્નાથ મંદિરની સામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. કેટલાક બાઇક પર આવેલા બદમાશોએ પૂજારીના પુત્રની ગોળી મારીને હત્યા કરી હતી. જાે કે, પોલીસે મુખ્ય આરોપીને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે.
એસપી કંવર વિશાલ સિંહે જણાવ્યું કે મુખ્ય આરોપીની અટકાયત કરવામાં આવી છે. હત્યા પાછળ અંગત અદાવત કારણભૂત હોવાનું જણાય છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. મૃતક યુવકની ઓળખ શિવરામ પાત્રા તરીકે થઈ હતી.
શિવરામ મંદિરના પૂજારી હરચંડી તાલુચા શાહીનો પુત્ર છે. એસપી કંવર વિશાલ સિંહે કહ્યું કે આરોપીની ઓળખ ચંદન બારિક તરીકે થઈ છે. હત્યામાં વપરાયેલ હથિયાર પણ મળી આવ્યું છે.HS1