Western Times News

Gujarati News

રશિયન સેનાએ મારિયુપોલ શહેર પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો

કિવ, રશિયા છેલ્લા ત્રણ મહિનાથી યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ રશિયા પર પૂર્ણ યુદ્ધ શરૂ કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે, તે છેલ્લા ત્રણ મહિનાથી વધુમાં વધુ લોકોને મારવાની અને તબાહી મચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મંગળવારે યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં લડાઈ ઉગ્ર બની છે. રશિયન સેનાએ સીવિએરોદોનેત્સ્ક અને તેની આસપાસના શહેરોને ઘેરવા અને કબજામાં લેવાના પ્રયાસ તેજ કરી દીધા છે.

બ્રિટિશ સૈન્ય અધિકારીઓ પ્રમાણે આ એકમાત્ર ક્ષેત્ર છે, જે હજુ પણ યુક્રેન સરકારના કબજામાં છે. રશિયાના હુમલાના ત્રણ મહિના પુરા થવા પર ઝેલેન્સ્કીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, પૂર્ણ રૂપથી યુદ્ધ શરૂ કરી દેવામાં આવ્યું છે અને દુશ્મન વધુમાં વધુ લોકોને મારવાની અને તબાહી મચાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુ કે છેલ્લા ૭૭ વર્ષમાં યુરોપીયન મહાદ્વીપમાં આવું યુદ્ધ ક્યારેય થયું નથી.

યુક્રેન પર હુમલાને લઈને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેજે કહ્યુ કે, આ હુમલો યુરોપીયન યુનિયન પર સીધો હુમલો છે અને યુરોપે એક સાથે આગળ વધવુ જાેઈએ. તેમણે કહ્યું કે સ્પેનમાં આ સમયે એક લાખથી વધુ યૂક્રેની શરણાર્થી છે. વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં સ્પેનના પીએમે કહ્યુ કે, જ્યારે બર્લિનની દીવાલ પાડવામાં આવી હતી અને સોવિયત સંઘનું વિઘટન થયુ ત્યારે તે કિશોર હતા.

સ્પેનના પ્રધાનમંત્રીએ કહ્યુ કે, હવે ૨૦૨૨માં અમે સારી રીતે જાણીએ છીએ કે ઉદાર લોકતંત્ર એમ જ આવતુ નથી અને તે માટે ખુબ પ્રયાસ કરવા તથા તેને પોષિત કરવાની જરૂરીયાત હોય છે. તો યુક્રેનના અધિકારીઓએ મંગળવારે કહ્યુ કે મારિયુપોલ શહેરમાં બચાવ કર્મીઓને કાટમાળમાંથી ૨૦૦ મૃતદેહ મળ્યા છે. રશિયાના હુમલામાં તબાહ થઈ ચુકેલા આ પોર્ટ શહેરમાં ફરી આવા દ્રશ્યો જાેવા મળ્યા છે.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.