બેંક ઓફ બરોડાએ HNI, સરકારી ઓફિસો માટે સેવિંગ્સ એકાઉન્ટ્સ લોંચ કર્યા
મુંબઈ, ભારતની ત્રીજી સૌથી મોટી બેંક બેંક ઓફ બરોડાએ (third largest bank of India Bank of baroda) ‘બરોડા પ્લેટિનમ સેવિંગ્સ એકાઉન્ટ’અને ‘બરોડા ગવર્મેન્ટ બોડીઝ એકાઉન્ટ’ લોંચ કર્યા છે, જેનો આશય હાઈ નેટવર્થ ઇન્ડિવિડિટ્યુઅલ અને સરકારી વિભાગોની ચોક્કસ જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે.
આ સેવિંગ્સ એકાઉન્ટ્સ લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો એટલે કે વેલ્થ મેનેજમેન્ટ, જીવનકવચ, રોકાણ વગેરે માટે અનેક ફાયદા પૂરાં પાડે છે. આ લોંચ પર બેંક ઓફ બરોડાનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વિક્રમાદિત્ય ખીચીએ કહ્યું હતું કે, “અમે નવા ઉત્પાદનો અને ખાસિયતો પ્રસ્તુત કરીને અપગ્રેડ કરવાનું ચાલુ રાખ્યું છે, જે અમારાં ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરશે. આ બંને પ્રોડક્ટનાં નામ સૂચવે છે એમ બરોડા પ્લેટિનમ અને બરોડા ગવર્મેન્ટ બોડીઝ એકાઉન્ટ આ બંને કેટેગરીઓનાં ગ્રાહકોને ચોક્કસ સેવાઓ પ્રદાન કરવા લોંચ કરવામાં આવ્યાં છે, જેઓ સાતત્યપૂર્ણ રીતે સરળ બેંકિંગનો અનુભવ કરી શકે છે.”
આ એકાઉન્ટની સેવાઓ નીચે મુજબ જણાવેલી છે –
બરોડા પ્લેટિનમ સેવિંગ્સ એકાઉન્ટ | બરોડા ગવર્મેન્ટ બોડીઝ એકાઉન્ટ |
ü પર્સનલાઇઝ વિઝા પ્લેટિનમ ચિપ ડેબિટ કાર્ડ, જેમાં દરરોજ એટીએમમાં રૂ. 1.0 લાખની કેશ વિથડ્રોઅલ લિમિટ અને પોઇન્ટ ઓફ સેલ વ્યવહારો માટે દરરોજ રૂ. 2 લાખની ખરીદીની ઊંચી મર્યાદા | ü ઝીરો બેલેન્સ માટે સરકારી સંસ્થાઓ/વિભાગોની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એક્સક્લૂઝિવ સેવિંગ એકાઉન્ટ |
ü ગિફ્ટ અને ટ્રાવેલ કાર્ડ ઇશ્યૂઅન્સ પર 50 ટકા ડિસ્કાઉન્ટ અને એન્યુઅલ લોકર ચાર્જીસ પર 10 ટકા ડિસ્કાઉન્ટ | ü બરોડા ગવર્મેન્ટ બોડીઝ એકાઉન્ટમાં લેજર ફોલિયો ચાર્જીસ અને એસએમએસ એલર્ટ ચાર્જીસ માફ કરવામાં આવ્યાં છે |
ü લઘુતમ ક્યુએબી રૂ. 1 લાખ છે. ગ્રાહકો અનલિમિટેડ ચેક બુક સુવિધા, ઇન્ટરનેટ બેંકિંગ/બ્રાન્ચ ચેનલ દ્વારા ફ્રી અનલિમિટેડ NEFT/RTGS /IMPS પણ મેળવી શકે છે | ü સરકારી યોજનાઓનાં વિક્રેતાઓ અને અન્ય લાભાર્થીઓને અકિ સ્પર્ધાત્મક કિંમતે ચુકવણી કરવા માટે કેશ મેનેજમેન્ટ સર્વિસીસ પણ ઉપલબ્ધ છે |
ü એકાઉન્ટ રિક્વેસ્ટ પર સ્વીપ ફેસિલિટી પણ ધરાવે છે અને રૂ. 2 લાખથી વધારેની ડિપોઝિટ પર રૂ. 10,000/-નાં ગુણાંકમાં 181 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ્સ કન્વર્ટ થશે | ü પે પોઇન્ટ્સ, પોઇન્ટ ઓફ સેલ – પીઓએસ મશીનો, ક્યુઆર કોડ અને અન્ય મર્ચન્ટ પેમેન્ટ સોલ્યુશન્સ જેવા પેમેન્ટ સોલ્યુશન્સની ઉપલબ્ધતા |
ü બરોડા પ્લેટિનમ સેવિંગ્સ એકાઉન્ટમાં વાર્ષિક ડિમેટ ચાર્જીસ, લેજર ફોલિયો ચાર્જીસ અને એસએમએસ એલર્ટ ચાર્જીસ માફ કરવામાં આવ્યાં છે | ü ફ્રી અનલિમિટેડ ચેક બુક સુવિધા, ઇન્ટરનેટ બેંકિંગ/બ્રાન્ચ ચેનલ દ્વારા ફ્રી અનલિમિટેડ NEFT/RTGS /IMPS |
ü બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડનો લાભ લેનાર ગ્રાહકો માટે કોઈ વાર્ષિક/ઇશ્યૂઅન્સ ચાર્જ નહીં | ü એકાઉન્ટ રિક્વેસ્ટ પર સ્વીપ ફેસિલિટી ધરાવે છે અને રૂ. 5.0 લાખથી વધારે ડિપોઝિટેડ રકમને 180 દિવસ માટે રૂ. 50000/-નાં ગુણાંકમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં કન્વર્ટ કરી શકાશે |
ü ગ્રૂપ લાઇફ અને ગ્રૂપ હેલ્થ ઇન્શ્યોરન્સની સ્પર્ધાત્મક પ્રીમિયમ પર પસંદગી | ü સરકારી વિભાગો કોઈ પણ ચાર્જ વિના હોમ બ્રાન્ચમાં અમર્યાદિત કેશ ડિપોઝિટ પણ કરી શકે છે |
ü સંપત્તિનું સર્જન અને રોકાણ માટે વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ | ü બરોડા ગવર્મેન્ટ બોડીઝ એકાઉન્ટમાં લેજર ફોલિયો ચાર્જીસ અને એસએમએસ એલર્ટ ચાર્જીસ માફ કરવામાં આવ્યાં છે |
ü ગ્રાહકો હોમ બ્રાન્ચમાં અમર્યાદિત રોકડ જમા કરી શકે છે અને નોન-હોમ બ્રાન્ચમાં કોઈ પણ ચાર્જ વિના રૂ. 1 લાખ સુધીની રોકડ જમા કરી શકે છે | ü વિવિધ સ્પર્ધાત્મક કિંમતે સરકારની કોઈ પણ યોજનાઓનાં વિક્રેતાઓ અને અન્ય લાભાર્થીઓને ચુકવણી માટે કેશ મેનેજમેન્ટ સર્વિસીસ પણ ઉપલબ્ધ છે |