Western Times News

Gujarati News

વડોદરામાં આસિસ્ટન્ટ પર દુષ્કર્મ કરનારા બિઝનેસમેનની ધરપકડ

પ્રતિકાત્મક

વડોદરા, લગ્નની લાલચ આપીને યુવતીઓ સાથે બળાત્કાર ગુજારવાની ઘટનાઓ અવાર-નવાર આવતી રહે છે. આવી જ ઘટના વડોદરામાં સામે આવી છે. જેમાં વાઘોડિયા જીઆઈડીસીમાં પટેલ કોર્પોરેશન નામની કંપની ચલાવતા તથા બે સંતાનોના પિતા એવા બિઝનેસમેને આસિસ્ટન્ટ યુવતી સાથે લગ્નનું નાટક કર્યું હતું.

બાદમાં વિવિધ જગ્યાઓ પર લઈ જઈને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી ચિરાગ પટેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ પ્રમાણે ગોત્રી વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષીય અપરણીત યુવતીએ ૨૦૨૧માં વાઘોડિયા જીઆઈડીસીમાં પટેલ કોર્પોરેશન નામની કંપનીમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું.

યુવતીએ કંપનીના માલિક ૩૩ વર્ષીય ચિરાગ પટેલની આસિસ્ટન્ટ તરીકેની નોકરી શરૂ કરી હતી. ચિરાગ પરણીત અને બે સંતાનોનો પિતા હોવા છતાં તેણે પહેલા યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં ચિરાગે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને તે તેને પોતાની પત્ની બનાવશે તેવું કહ્યું હતું.

યુવતીએ ચિરાગની વાતો પર વિશ્વાસ મૂક્યો હતો અને તે તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. બાદમાં આરોપી તેને સોમનાથ લઈ ગયો હતો અને તેના સેંથામાં સિંદૂર પૂરીને મંગળસૂત્ર પહેરાવ્યું હતું. ત્યાંથી તે યુવતીને સાસણગીર લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ત્યારબાદ ટ્રેકિંગના બહાને તેને ઉત્તરાખંડ અને બાદમાં અંબાજી લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીએ બાદમાં તેને દુબઈ જવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે તું દુબઈ જતી રહે અને હું મારી પત્ની સાથે છૂટાછેડા લઈને તારી જાેડે આવી જઈશ.

માર્ચ-૨૦૨૨માં યુવતી દુબઈ ગઈ હતી પરંતુ આરોપી દુબઈ ગયો ન હતો. તેણે યુવતીના ફોન પણ રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. યુવતીએ વારંવાર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેના કારણે આરોપીએ તેને દુબઈથી ઉઠાવી લેવાની ધમકી આપી હતી અને જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા. જેના કારણે યુવતી દુબઈથી વડોદરા પરત ફરી હતી.

વડોદરા આવ્યા બાદ તેણે ચિરાગનો સંપર્ક કરીને તેને પત્ની તરીકે સ્વીકારી લેવાનું કહ્યું હતું. જાેકે, ચિરાગે તેને સંતોષજનક જવાબ આપ્યો ન હતો. અંતે કંટાળીને યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.