Western Times News

Gujarati News

નિરાધાર દીકરીઓના આધાર બન્યા શિક્ષણ મંત્રી

ભાવનગર, ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ તાપીબાઈ વિકાસગૃહ અનાથ દીકરીઓને સંભાળ, શિક્ષણ અને સમાજમાં પુનસ્થાપનું કામ વર્ષો કરે છે, આ સંસ્થા અત્યાર સુધીમાં ૧૨૫થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચુકી છે અને આજે વધુ બે દીકરીઓના લગ્ન કરાવી રહી છે.

ત્યારે તાપીબાઈ વિકાસ ગૃહની દીકરીના પાલક માતા-પિતા તરીકેની ફરજાે પૂરી કરીને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને તેમની ધર્મપત્ની સંગીતાબેન વાઘાણીએ અનાથ દીકરીના ભારે ધામધૂમથી લગ્ન કરાવ્યાં હતા. મંત્રી જીતુ વાઘાણી અને તેના મોટાભાઈ ડૉ.ગીરીશ વાઘાણીએ બંને દીકરીઓના પિતા હની કન્યા દાન કર્યુ હતું.

સામાન્ય રીતે સમાજમાં દીકરીના લગ્નનો પ્રસંગ તેના માતા-પિતા માટે એક આગવો અને અનન્ય અવસર હોય છે. કોઈપણ માતા-પિતા પોતાની દીકરીના ધામધૂમપૂર્વક લગ્ન થાય અને દીકરીના તમામ અરમાનો પૂરા થાય તેનો ખ્યાલ રાખીને તેના લગ્ન કરાવતા હોય છે. પરંતુ સમાજમાં એવી પણ અનેક દીકરીઓ છે કે જેનું કોઈ નથી અને અનાથાશ્રમમાં કે આશ્રમશાળાઓમાં નાનપણથી મોટી થઈ છે.

આવી દીકરીઓને સમાજમાં માનભેર સ્થાન મળે, માતા-પિતાનો પ્રેમ મળે અને યોગ્ય સમયે લગ્ન કરીને સમાજજીવનમાં સ્થાપિત થાય તે જરૂરી છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તાપીબાઈ વિકાસ ગૃહની દીકરીના પાલક માતા-પિતા તરીકેની ફરજાે પૂરી કરીને આજે તેને લગ્નની ઉંમર થતાં તેના ધામધૂમપૂર્વક લગ્ન કરાવી કન્યાદાન કર્યું હતું.

આ સમાજ અનુકરણીય કાર્યમાં તેમના મોટાભાઈ પણ પાછળ રહ્યાં નથી. તેમના મોટાભાઈ એવાં ડો. ગીરીશભાઈ વાઘાણીએ પણ તાપીબાઇ વિકાસ ગૃહની અન્ય એક દીકરીનું માતા-પિતા તરીકેની ફરજ બજાવીને કન્યાદાન કર્યું હતું.

આમ, બંને ભાઈઓએ સમાજમાં એક આગવું અને અનોખું સાથે-સાથે અનુકરણીય પગલું ભરીને માનવતા સાથે સંવેદનશીલતાની એક અનોખી મિશાલ પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગને દિપાવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર અને મેયર કિર્તીબાળા દાણીધારીયા પણ વિશેષરૂપે આ લગ્નમાં ભાવનગર ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એક માતા-પિતા પોતાની દીકરી માટે જે ફરજ બજાવે તે તમામ ફરજાે બજાવીને લગ્નના માંડવે પધારેલા સાજનની આગતા-સ્વાગતા કરી દીકરીના તમામ કોડ પૂરા થાય તેનો ખ્યાલ રાખીને ધામધૂમપૂર્વક લગ્ન કરાવ્યાં હતાં.

આમ સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીની સંવેદનશીલતાને કારણે તાપીબાઇ વિકાસ ગૃહની દીકરીઓ પૂનમ અને ગુંજનના જીવનમાં સોળે કળાએ ‘પૂનમ’ ખીલવા સાથે હરખનું ‘ગુંજન’ થયું હતું.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.