Western Times News

Gujarati News

દાહોદ: કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત થતા બે લોકોનાં મોત થયા

Files Photo

દાહોદ, રાજ્યમાં દરરોજ અકસ્માતના અનેક બનાવો બનતા રહે છે. શુક્રવારે રાત્રે દાહોદ જિલ્લામાં થયેલા એક અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. આ અકસ્માત ઝાલોદ તાલુકાના વાસવાડા હાઇવે પર બન્યો હતો. અહીં એક અર્ટીગા કાર અને ટ્રેલર વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. આ બનાવ ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામ પાસે થયો હતો. બંને વાહનોની સામસામે ટક્કર થઈ હતી.

આ અકસ્માતમાં બે લોકોનાં મૃત્યું થયા છે. મૃતકો ઝાલોદ તાલુકાના વરોડ અને સીંગવડના સુરપુરના રહેવાસી છે. બંને વાહન વચ્ચેની ટક્કર એટલી જાેરદાર હતી કે અર્ટીગા કારના બોનેટના ફૂરચા નીકળી ગયા હતા. મૃતક યુવક કારમાં જ ફસાયો હતો.

ભારે જહેમત બાદ તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતને ભેટેલી કારનો નંબર ય્ત્ન૨૦દ્ગ ૯૨૨૧ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. શુક્રવારે ત્રણ બસને નડ્યા અકસ્માતઃ શુક્રવારે રાજ્યમાં ખાનગી લક્ઝરી બસો અને એસ.ટી. બસને અકસ્માત નડ્યો હોય તેવા ત્રણ અલગ અલગ બનાવ બન્યા હતા. જેમાં એક બનાવ પાટણ જિલ્લામાં બન્યો હતો.

નર્મદા જિલ્લામાં એસ.ટી. બસને અકસ્માત નડ્યો હતો, તો અમદાવાદ-મહેસાણા હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. અમદાવાદ-મહેસાણા હાઈવે પર થયેલા અકસ્માતમાં ૧૪ લોકોને ઈજા પહોંચી હતી. પાટણ ખાતેના બનાવમાં ૨૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નર્મદામાં એસ.ટી. બસને નડેલા અકસ્માતમાં ૫૮ લોકોને ઈજા પહોંચી હતી. સબનસીબે ત્રણેય બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

જાેકે, અમુક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પાટણના સાંતલપુર હાઇવે પર અકસ્માતગ્રસ્ત વાહન સાથે એક બસની ટક્કર થઈ ગઈ હતી. ખાનગી લક્ઝરી બસ મુંદ્રાથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. અકસ્માતમાં ૨૫ લોકોને ઈજા પહોંચી હતી.

૨૫માંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર જતી એસ.ટી. બસને અકસ્માતઃ અકસ્માતનો બીજાે એક બનાવ નર્મદાના સામરપાડા પાસે બન્યો હતો. જેમાં નર્મદાના બેડવાણથી અંકલેશ્વર જતી બસને અકસ્માત નડ્યો છે.

બાઇક ચાલકને બચાવવા જતાં બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બસમાં કુલ ૫૮ લોકો સવાર હતા. અમદાવાદ-મહેસાણા હાઇવે પર એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ૧૪ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રામણે ભાસરીયા ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. જેમાં એક લક્ઝરી બસ હાઇવે પરના ડિવાઇડર પર ચઢી ગઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.