વલસાડમાં વરસાદી માહોલ જાેવા મળ્યો
વલસાડ, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું. બીજી તરફ આજે પણ વલસાડમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. શહેરમાં હળવા વરસાદની શરૂઆત થઈ છે. વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ, એમ જી રોડ પર વરસાદી છાંટા જાેવા મળ્યા હતા.
આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સવારથી જ કાળા વાદળ જાેવા મળી રહ્યા છે. જાે પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાંતા સહિતના વિસ્તારોમાં વરસાદ પડે તો બાજરી,મકાઈ અને ઘાસ ચારાને નુકસાન થશે તેવી ખેડૂતોને ભીતિ છે. નોંધનિય છે કે, જિલ્લામાં સતત ૫ દિવસથી વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.
દિવસભર ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ પરેશાન છે. જાે કે વાદળછાયું વાતાવરણ રહેતા અસહ્ય ગરમીથી થોડી રાહત જરૂર મળી છે. આ ઉપરાંત તાપમાનમાં પણ ૩ થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ મહિસાગર જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
ઠંડા પવનના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આકાશમાં કાળા વાદળો ઘેરાયા છે. જિલ્લામાં પ્રિ મોન્સુન એક્ટિવિટીનો વેગ વધ્યો છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જાેવા મળતા ગરમીથી લોકોને રાહત મળી છે.ss3kp