ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન રાષ્ટ્રવ્યાપી સીધો સંવાદ કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
અમદાવાદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પીરાણા ખાતે યોજાશે
દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના સુમંગલ અવસરે ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આગામી તા.૩૧ મે ૨૦૨૨ના રોજ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી હિમાચલ પ્રદેશના સિમલા ખાતે ઉપસ્થિત રહીને રાષ્ટ્રવ્યાપી સંબોધન કરશે તથા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.
તા. ૩૧ મેના રોજ સવારે-૯.૦૦ કલાકે દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લાભાર્થીઓને લાભોનું અને મંજૂરી હુકમપત્રોનું વિતરણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારશ્રીની મુખ્ય ૧૩ યોજનાઓ ૧. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ અને અર્બન), ૨. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ૩. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ૪. પોષણ અભિયાન, ૫. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ૫. સ્વચ્છ ભારત મિશન, ૬. જળ જીવન મિશન અને અમૃત, ૮. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના,
૯. એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ, ૧૦. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ૧૧. આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ૧૨. આયુષ્યમાન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, ૧૩. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે.