પુલવામામાં સર્ચ ઓપરેશન દરમિયાન ૨ આતંકવાદીઓના જવાનોએ ઢીમ ઢાળી દીધા
શ્રીનગર,સુરક્ષાબળોએ પુલવામામાં આંતકીઓ છુપાયા હોવાની મળી હતી બાતમી સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર કર્યો હુમલો સુરક્ષાબળોએ આતંકવાદીઓ પાસેથી હથિયારો ઝપ્ત કર્યા સુરક્ષાબળોએ પુલવામામાં આંતકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરમાં પુલવામાંના ગુંડીપુરા વિસ્તારમાં આંતકાવાદીની હોવાની ગુપ્ત બાતમી મળી હતી. જે બાદ સુરક્ષાબળો રવિવારે ઘેરાબંદી કરીને સર્ચ ઓપરેશન ચાલાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ પાસેથી બે એકે રાઈફલ ઝપ્ત કરાઈ.
તેમણે જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર હુમલો કરી દીધો હતો. જેની જવાબી કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, આ અથડામણમાં બે આંતકવાદીઓના ઢીમ ઢાળી દેવાયા છે. આ પહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, જૈશે એ મોહમ્મદના બે સ્થાનિય આતંકવાદી અથડામણ ફસાઈ ગયા છે. જેમાં શહીદ કોન્સ્ટેબલ રિયાઝ અહમદનો પણ હત્યારો સંડોવાયેલો છે.
આ પહેલા જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે સુરક્ષાદળોની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યાં હતાં. સુરક્ષાદળોના અધિકારીઓના જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરના બિજબહેરાના ક્ષિતિપોરા વિસ્તારમાં આંતકવાદીઓની માહિતી મળતાંની સાથે જ સુરક્ષાદળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. અને જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ માર્યા ગયા હતાં.
ગત ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના પુલવામાં અને શ્રીનગરમાં થયેલી બે અથડાણમમાં લશ્કરે એ તોઈબા ના ચાર આતંકવાદીઓના ઢીમ ઢાળી દેવાયા હતાં. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મૃત્ય પામેલા ચારેય આંતકવાદીઓ બે આંતકવાદીઓ કાશ્મીરી ટેલિવિઝનની કલાકર અમરીન ભટની હત્યામાં સંડોવણી હતી પ્રવક્તાના જણાવ્યા અનુસાર પુલવામાં જિલ્લાના અવંતીપુરા ના અગનહંજીપુરા વિસ્તારોમાં ગુરૂવારે મોડી રાત્રે થયેલી અથડામણમાં મોત નીપજ્યું હતું.HS2KP