Western Times News

Gujarati News

લાલચ આપી ધર્મપરિવર્તનના કેસમાં એકની ધરપકડ કરાઈ

લખનૌ, બરેલીના બિથરી વિસ્તારમાં મકાન આપવાની લાલચ આપીને ૪૦ લોકોનુ ધર્મ પરિવર્તન કરાવવાની વાત સામે આવી છે. એક ગેંગના ચક્કરમાં ફસાઈને લોકોએ પોતાના ઘરની આગળ ક્રોસના નિશાન લટકાવી દીધા છે. માહિતી મળતા બિથરી પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો એક ઘરમાં ૪૦ લોકો પ્રાર્થના સભા કરી રહ્યા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસનુ કહેવુ છે કે બિચપુરી ગામમાં ધર્મ પરિવર્તનની માહિતી સામે આવી રહી હતી. છેલ્લા કેટલાક દિવસથી સક્રિય લોકો જઈને લોકોના ઘરમાં પ્રાર્થના સભાઓ કરાવી રહ્યા હતા. આને લઈને હિંદુ સંગઠનના કેસરપુરના રહેવાસીએ પોલીસને માહિતી આપી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી તો એક ઘરની અંદર લગભગ ૪૦ લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. તેમણે બહારથી દરવાજાે બંધ કરી લીધો હતો. પોલીસ દરવાજાે ખોલાવીને ઘરની અંદર દાખલ થઈ. પૂછપરછ બાદ પોલીસે ગોરખપુરના રહેવાસી અભિષેક ગુપ્તાની ધરપકડ કરી છે.

અભિષેક પર આરોપ છે કે મકાનની લાલચ આપીને તે લોકોનુ ધર્મ પરિવર્તન કરાવી રહ્યો હતો. પોલીસનુ કહેવુ છે કે તપાસ બાદ કેસ નોંધવામાં આવશે.બિથરીના ઈન્સ્પેક્ટર એ જણાવ્યુ કે બિચપુરી ગામમાં ધર્મ પરિવર્તનની માહિતી મળી હતી. ઘટના સ્થળે પોલીસની ટીમ મોકલવામાં આવી.

એક આરોપીની ધરપકડ કરાઈ છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધર્મ પરિવર્તનની પુષ્ટિ થઈ નથી. આરોપી અભિષેક ગુપ્તા મેડિકલ કોલેજમાં કામ કરે છે. અભિષેક ગુપ્તા અમુક વર્ષ પહેલા પોતાનો ધર્મ પરિવર્તન કરાવી ચૂક્યા છે. ખ્રિસ્તી બન્યા બાદ તેઓ બરેલી આવ્યા. અન્ય લોકો પણ તેમની મદદ કરી રહ્યા છે.

રાજુ પ્રજાપતિ બિચપુરી ગામના રહેવાસી છે જેઓ વ્યવસાયથી ડ્રાઈવર છે. રાજુનુ કહેવુ છે કે બીડીએ અમારા મકાન તોડી રહ્યા છે. અમે ગરીબ માણસ છીએ. ખ્રિસ્તી ધર્મ અપનાવી લઈશુ તો અમને નવુ મકાન મળશે. અમારી મુશ્કેલી દૂર થશે. એવા ધર્મમાં રહેવાથી શુ ફાયદો, જ્યાં આશિયાના જ છીનવી લેવાય.

ધર્મ પરિવર્તન કરાવનારી ટીમે બિચપુરી ગામમાં કોઈને મકાનની લાલચ આપી તો કોઈના પુત્રને નોકરી લગાવવાની, કોઈકની બીમારી ઠીક કરવા માટે પ્રાર્થના કરાવવામાં આવી.એસપી સિટીએ કહ્યુ કે ચંદપુર બિચપુરીમાં ધર્માંતરણની માહિતી પર સીઓ સાથે પોલીસને મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે ધર્માંતરણની કોઈ ઘટના મળી નથી.

હિંદુ સંગઠનના એક વ્યક્તિ તરફથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કેસની તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવીરહી છે. એક વ્યક્તિની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.