Western Times News

Gujarati News

રાજ્યસભામાં ટિકિટને લઈ કોંગ્રેસમાં ભારે અસંતોષ

નવી દિલ્હી, કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી માટે પોતાના ૧૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓના નામનો આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ પરિસ્થિતી દરમિયાન પાર્ટીમાં અસંતોષના સૂર ઉઠ્‌યા છે. જ્યારે પ્રશ્ન રાજસ્થાનના ઉમેદવારોના નામ પર ઉઠ્‌યો છે.

રાજસ્થાનના રણદીપ સિંહ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ત્રણેય ઉમેદવારો રાજસ્થાન સાથે સબંધ ધરાવતા નથી. રાજસ્થાનના સિરોહીના કોંગ્રેસના ધારાસભ્ય સંયમ લોઢાએ પ્રશ્ન ઉઠાવ્યો છે અને કહ્યું છે કે, પાર્ટીએ જણાવવું પડશે કે રાજસ્થાનમાંથી કોઈ પણ ઉમેદવારને કેમ નામાંકિત કરવામાં આવ્યા નથી.

લોઢાએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી જણાવવું જાેઈએ કે, ‘રાજસ્થાનમાંથી કોઈ કોંગ્રેસ નેતા અથવા કાર્યકર્તાને રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર ન બનાવવાનું કારણ શું છે?’ આ સાથે તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ પણ પોતાનું નામ આ લિસ્ટમાં ન હોવાથી અસંતોષના સૂર ઉઠાવ્યા છે. રાજસ્થાનના રહેવાસી પવન ખેડા કોંગ્રેસમાં રાજ્યસભાના દાવેદાર હતા. તેમણે ટ્‌વીટ કરીને લખ્યું છે કે, કદાચ મારી તપસ્યામાં કંઈક ખામી રહી ગઈ હશે.

આ લિસ્ટમાં ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. આ બંને નેતા ‘ય્-૨૩’ સમુહમાંથી છે. જેમને કોંગ્રેસ નેતૃત્વમાં બદલાવને અનેકવાર વકીલાત કરી છે.આ દરમિયાન રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયાએ પોતના ટિ્‌વટમાં કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.

રાજસ્થાન સિવાય છત્તીસગઢમાં બંને બહારના નેતાઓ રાજીવ શુક્લા અને રંજીત રંજનને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. ૧૦ ઉમેદવારોમાંથી માત્ર ૩ પી ચિદમ્બરમ, જયરામ રમેશ અને વિવેક ટંખાને પોત પોતાના રાજ્યોમાંથી ટિકિટ આપવામાં આવી હતી. બાકીના ૭ ઉમેદવારો બહારના છે.

રાજસ્થાન અને છત્તીસગઢ બંને ચૂંટણી રાજ્યો છે અને આવી સ્થિતિમાં કોંગ્રેસના આ ર્નિણય પર સવાલો ઉઠી રહ્યા છે.
છત્તીસગઢમાંથી રાજીવ શુક્લા અને રંજીત રંજન, હરિયાણામાંથી અજય માકન, કર્ણાટકમાંથી જયરામ રમેશ, મધ્યપ્રદેશમાંથી વિવેક ટંખા, રાજસ્થાનમાંથી રણદીપ સિંહ સુરજેવાલા, મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી અને તમિલનાડુમાં પી.ચિદમ્બરમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.