શરદ દરકની ૧૨થી વધુ ડમી, બોગસ કંપનીઓનો ખુલાસો
દરકે કુલ ૪૦૦ કરોડ કરતા વધુ લોન આપી, ભોપાલના બિલ્ડરના ત્યાં દરોડામાં ૩૦૦ કરોડનો કેસ સામે આવ્યા
ભોપાલ, મધ્ય પ્રદેશના સૌથી મોટા હુંડી અને એન્ટ્રી વેપારી શરદ દરકની ૧૨થી વધારે ડમી, બોગસ કંપનીઓના નામોનો ખુલાસો થયો છે. મુંબઈની એક કંપનીની ચાલી રહેલી તપાસ દરમિયાન ઈન્કમટેક્સના અધિકારીઓએ પોતાના રિપોર્ટમાં લખ્યુ છે કે આ કંપનીઓએ ઈન્દોરમાં એન્ટ્રી આપવા માટે સૌથી જાણીતુ નામ શરદ દરક પાસેથી લોન લીધી અને આ રકમ વ્યાજ સહિત ૪ કરોડ કરતા વધારે થાય છે.
જાણકારી અનુસાર દરકએ કુલ ૪૦૦ કરોડ કરતા વધારે લોન આપી. જેમાં ભોપાલના અસનાની બિલ્ડરના ત્યાં દરોડામાં ૩૦૦ કરોડનો કેસ સામે આવ્યો હતો. ઈનકમ ટેક્સના રિપોર્ટમાં ૫૦થી વધારે વખત દરકનુ નામ આવ્યુ અને તેમાં તેની નકલી કંપનીઓનુ નામ પણ જણાવવામાં આવ્યુ છે. દરકનુ નામ મે ૨૦૧૮માં ભોપાલના બિલ્ડર અસનાની ગ્રૂપના ત્યાં થયેલા દરોડામાં પણ આવ્યુ હતુ.
ત્યારે ટીમે દરકના ત્યાં તપાસ કરી હતી જેમાં જણાવવામાં આવ્યુ છે કે ૩૦૦ કરોડથી વધારેની નકલી એન્ટ્રી આપવાના દસ્તાવેજ મળ્યા હતા. જે બાદથી જ દરક પાસેથી એન્ટ્રી લેનારા ઘણા મોટા ગ્રૂપ, કંપનીઓ આવક વિભાગની તપાસમાં સામેલ છે.
ડમી કંપનીઓ ગ્વાલિયર, કલકત્તા, અમદાવાદ, રાયપુરથી લઈને કેટલાક રાજ્યોના રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં રજિસ્ટર્ડ છે. જેમાં દરકના પરિજન રોહિત દરક, પૂજા દરક અને અન્ય પણ મેનેજિંગ ડાયરેક્ટરથી લઈને ડાયરેક્ટર સુધી પદ પર છે.મેસર્સ જયંત સિક્યોરિટી એન્ડ ફાઈનાન્સ લિમિટેડ, મેસર્સ જય જ્યોતિ ઈન્ડિયા પ્રા.લિ., મેસર્સ ઓક્ટાગોન મીડિયા મીટ્રિક્સ પ્રા.લિ., મેસર્સ રજબાડી રિટેડ ટ્રેડ સિસ્ટમ પ્રા.લિ., મેસર્સ રણજીત સિક્યોરિટીજ લિમિટેડ, મેસર્સ સુજલોન સિક્યોરિટી પ્રા.લિ., મેસર્સ ઈસ્ટ વેસ્ટ ઈન્ડિયા ફિનવેસ્ટ લિમિટેડ, મેસર્સ જાયકા મર્ચેન્ડાઈસ પ્રા.લિ. છે.
ઈન્દોર નિવાસી વેપારીની મુંબઈ સ્થિત એક કંપનીને શરદ દરકની કંપનીઓ પાસેથી ૪ કરોડની એન્ટ્રી લીધા બાદ ઈન્કમ ટેક્સે વધારાની ટેક્સ ડિમાન્ડ કાઢી હતી, જેની પર કંપનીએ ઈન્દોર ઈન્કમ ટ્રિબ્યૂનલમાં અરજી દાખલ કરી દલીલ કરી દીધી કે દરકની કંપનીઓ રિટર્ન ભરી રહી હતી, ક્રેડિટ હતી અને અમે દરકની કંપનીઓ પાસેથી કેશની જગ્યાએ લોન લીધી, તો પછી આને નકલી એન્ટ્રીથી લોન લેવાનુ કહીને વધારાની ટેક્સ ડિમાન્ડ કાઢી શકાય નહીં. આ તર્કને ટ્રિબ્યુનલે યોગ્ય માન્યો. SS2KP