૧૮ વર્ષીય મોડેલે પંખા પર લટકીને આત્મહત્યા કરી
કોલકાતા, બંગાળ સિને જગતમાંથી અપમૃત્યુનો ચોથો કેસ સામે આવ્યો છે. કસ્બા ક્ષેત્રમાં રહેતી એક ૧૮ વર્ષીય મોડેલે રૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે. ગત તા. ૨૯ મેના રોજ રાત્રિના આશરે ૨ઃ૦૦ વાગ્યે સરસ્વતી દાસના નાનીએ તેને ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જાેઈ હતી. ત્યાર બાદ તેમણે સગા-સંબંધીઓની મદદથી તેના દેહને નીચે ઉતાર્યો હતો અને હોસ્પિટલ લઈ ગયા હતા.
જાેકે હોસ્પિટલ પહોંચતા પહેલા જ સરસ્વતીનું મૃત્યુ થઈ ચુકેલું હતું.હાલ પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો કેસ જણાઈ રહ્યો છે અને પોલીસને હજુ સુધી કોઈ સ્યુસાઈડ નોટ પણ નથી મળી. સરસ્વતીના મામીએ પોલીસને ફોન કરીને પોતાની ભાણીનો મૃતદેહ રૂમમાં પંખા સાથે લટકી રહ્યો હોવાની જાણ કરી હતી.
સરસ્વતીના મામીના કહેવા પ્રમાણે ૨૯ મેના રોજ સરસ્વતી પોતાના નાની સાથે રૂમમાં સૂવા માટે ગઈ હતી.સરસ્વતીના નાની રાતના આશરે ૧ઃ૩૦-૨ઃ૦૦ વાગ્યે જ્યારે વોશરૂમમાંથી પાછા આવ્યા ત્યારે તેમને સરસ્વતી રૂમમાં નહોતી દેખાઈ. તેઓ સરસ્વતીને જાેવા માટે બાજુના રૂમમાં ગયા ત્યાં તેમને સરસ્વતી પંખા સાથે લટકેલી સ્થિતિમાં જાેવા મળી હતી.
સરસ્વતી છેલ્લા ૧૭ વર્ષથી પોતાની માતા આરતી દાસ સાથે પોતાના મામાના ઘરે રહેતી હતી. જાણવા મળ્યા મુજબ આરતી દાસે ૧૭ વર્ષ પહેલા પોતાના પતિથી અલગ રહેવાનો ર્નિણય લીધો હતો. સરસ્વતીએ ૧૦મા ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો અને તેણી ટ્યુશન લેવાની સાથે મોડેલિંગનું કામ કરી રહી હતી. આ ઉપરાંત તે પોતાના રિલેશન મુદ્દે તણાવમાં હોવાનું પણ સામે આવ્યું છે.
પશ્ચિમ બંગાળના સિને જગતમાં છેલ્લા ૧૫ દિવસમાં આત્મહત્યા કે અપમૃત્યુનો આ ચોથો કેસ છે. અગાઉ એક પછી એક ૩ બંગાળી અભિનેત્રીઓએ આત્મહત્યા કહી હતી જેની પોલીસ તપાસ ચાલુ છે.બંગાળી સિને જગતમાં કયા કારણોસર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.SS2KP