ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર્સ કૈથરિન બ્રંટ-નટ સ્કીવરે લગ્ન કરી લીધા

લંડન, આજથી ૩ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર નિકોલા હૈનકોકે ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર હેલી જેન્સેન સાથે લગ્ન કર્યા હતા. ત્યારે તાજેતરમાં ક્રિકેટ જગતમાં વધુ એક સમલૈંગિક વિવાહ સંપન્ન થયા છે. આ વખતે ઈંગ્લેન્ડની બે મહિલા ક્રિકેટર્સે એકબીજા સાથે જીવનની નવી ઈનિંગની શરૂઆત કરી છે.
મહિલા વર્લ્ડ કપ ૨૦૧૭ની વિજેતા એવી ઈંગ્લેન્ડની ટીમના સદસ્ય કૈથરીન બ્રંટ અને નટ સ્કીવરે વીકેન્ડમાં લગ્ન કરી લીધા છે. ઈંગ્લેન્ડની પૂર્વ ફાસ્ટ બોલર ઈસા ગુહાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બંનેના લગ્નની તસવીર શેર કરીને લખ્યું હતું કે, ‘ગર્વ. તમને બંનેને પ્રેમ.’
ઈંગ્લેન્ડ ક્રિકેટના સત્તાવાર ટિ્વટર હેન્ડલ દ્વારા પણ આ કપલને લગ્નની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ઈંગ્લેન્ડ ક્રિકેટે ટિ્વટમાં લખ્યું હતું કે, ‘વીકેન્ડ દરમિયાન લગ્ન કરનારા કૈથરીન બ્રંટ અને નટ સ્કીવરને અમારી હાર્દિક શુભેચ્છાઓ.’ સ્કીવર અને બ્રંટ હવે દક્ષિણ આફ્રિકાના મારિઝેન કપ અને ડેન વેન નિકેર્ક, ન્યૂઝીલેન્ડના એમી સૈટરથવેટ તથા લી તાહુહૂ બાદ વધુ એક ક્રેકિટ કપલ બની ગયા છે. સ્કીવર અને બ્રંટ બંને ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમના સદસ્ય હતા અને ટીમ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગઈ હતી.
બ્રંટ ઈંગ્લેન્ડ માટે ૧૪ ટેસ્ટ, ૧૪૦ વનડે અને ૯૬ ટી-૨૦ રમી છે જેમાં રમતના તમામ ફોર્મેટ્સમાં ૩૧૬ વિકેટ લીધી છે. આ વર્ષના વર્લ્ડ કપમાં બ્રંટ ઈંગ્લેન્ડ માટે ૪ મેચ રમી હતી જેમાં તેણે ૪ વિકેટ લીધી હતી.બીજી બાજુ સ્કીવરે ૭ ટેસ્ટ, ૮૯ વનડે અને ૯૧ ટી-૨૦માં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ઓસ્ટ્રેલિયા સામેની ૨૦૨૨ની મહિલા વિશ્વ કપની ફાઈનલમાં સ્કીવર ૧૪૮ રનની અણનમ પારી રમી હતી. ૨૦૨૨ના વર્લ્ડ કપમાં ૮ મેચમાં ૪૩૬ રન નોંધાવ્યા બાદ સ્કીવર સૌથી વધુ રન બનાવનારી ત્રીજી ખેલાડી બની હતી.SS2KP