રેલવે બોર્ડનો ૪૦,૦૦૦ નોકરી સરન્ડર કરવા ર્નિણય
નોન સેફ્ટી કેટેગરી અંતર્ગત કોમર્શિયલ, એન્જિનિયરિંગ, મેડિકલ મળીને આશરે ૮૦,૦૦૦થી વધુ જગ્યાઓ ખાલી
વડોદરા, કેન્દ્રિય રેલ મંત્રાલયના રેલવે બોર્ડ દ્વારા ભારતીય રેલમાં નોન સેફ્ટી કેટેગરીમાં ખાલી પડેલી હજારો જગ્યાઓમાંથી ૫૦ ટકા જગ્યા સરન્ડર કરવાનો ર્નિણય લેવાયો છે.
રેલવે બોર્ડના આ ર્નિણય સામે ભારે વિરોધ ઉભો થયો છે. અગામી દિવસોમાં રેલ મંત્રાલય અને રેલ યુનિયનો વચ્ચે ઘર્ષણ ઉભુ થશે એવો માહોલ સર્જાયો છે. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન (એનએફઆઇઆર)ના જનરલ સેક્રેટરી ડો.એમ.રાવઘવૈયાએ ગત શુક્રવારે રેલવે બોર્ડના ચેરમેન વી.કે.ત્રિપાઠીને પત્ર લખીને ચેતવણી આપી છે કે નોન સેફ્ટી શ્રેણીમાં આવતી જગ્યાઓમાં ૫૦ ટકા મહેકમ ઘટાડવાનો જે ર્નિણય લેવાયો છે તે અયોગ્ય છે અને તેના વિરોધમાં દેશના તમામ રેલવે સ્ટેશનો પર હડતાલ પાડવામાં આવશે.
ડો.રાઘવૈયાનું કહેવુ છે કે તા.૨૦ મે ૨૦૨૨ના રોજ નોન સેફ્ટી કેટેગરી અંતર્ગત આવતા વિભાગો જેમ કે કોમશયલ, એન્જિનિયરિંગ, મેડિકલ, એસ્ટાબ્લીસમેન્ટ, એકાઉન્ટ્સ, સ્ટોર્સ, કોચ ફેક્ટરીઓ, ઉત્પાદન એકમો અને વર્કશોપ મળીને હાલમાં આશરે ૮૦,૦૦૦થી વધુ જગ્યાઓ ખાલી છે જેના પર લાંબા સમયથી ભરતી કરાઇ નથી.
હવે, ભરતીની વાત તા દૂર રહી, રેલવે બોર્ડે આ ૮૦,૦૦૦ જગ્યાઓમાંથી ૫૦ ટકા જગ્યા એટલે કે ૪૦,૦૦૦ જગ્યાઓને ઘટાડવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણયથી ૪૦,૦૦૦ નોકરીઓ પર સીધી અસર થશેવેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણે કહ્યું હતુ કે રેલવે બોર્ડના આ ર્નિણયથી બેરોજગારીનો દર વધશે.બીજી તરફ નોન સેફ્ટી કેટેગરીમાં કામ કરતા કર્મચારીઓ પર કામનું ભારણ વધશે.
રેલવે હવે ખાનગીકરણ તરફ વધી રહી છે. કર્મચારીઓની ભરતી પણ કોન્ટ્રાક્ટ પર અને આઉટ સોર્સિંગથી કરવા માગે છે. રેલવેની મિલકતો વેચવામાં આવી રહી છે. રેલવે બોર્ડના ચેરમેને એક ઝાટકે એક પત્રથી ૪૦,૦૦૦ નોકરીઓ પર કાતર ફેરવી દીધી છે.એનએફઆઇઆર તેનો વિરોધ કરે છે અને જાે રેલવે બોર્ડ તેનો ર્નિણય પરત નહી લે તો દેશભરમાં ધરણા, રેલીઓ, વિરોધ પ્રદર્શનો, સૂત્રોચ્ચાર અને હડતાલ આંદોલન શરૃ કરવામાં આવશે.ss3kp