હોમિયોપેથીક પ્રેક્ટિશનર્સની માંગમાં 9% અને આયુર્વેદિકની માંગમાં 23% નો વધારો
ENT સ્પેશ્યાલિસ્ટ્સ, સેક્સોલોજિસ્ટ્સ અને ગાયનેકોલોજિસ્ટ્સ ભારતમાં ટોપ થ્રી સર્ચ્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સઃ જસ્ટડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ
ડોક્ટર માટેની ઓનલાઇન સર્ચમાં ભારતમાં 33% YOY વધારો
મુંબઇ, દેશમાં ઇએનટી સ્પેશ્યાલિસ્ટ્સ, સેક્સોલોજિસ્ટ્સ અને ગાયનેકોલોજિસ્ટ્સની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ડોક્ટર્સ માટેની માંગ 33 ટકા વધી છે એમ જસ્ટડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સનો અહેવાલ જણાવે છે. ENTs -sexologists and gynaecologists are among the top-3 most searched medical practitioners in India: Just Dial Consumer Insights
ભારતની નંબર વન લોકલ સર્ચ એન્જિન જસ્ટડાયલ પર ઇએનટી સ્પેશ્યાલિસ્ટ્સ ઓનલાઇનમાં મોસ્ટ સર્ચ્ડ ડોક્ટર્સ હતા, જ્યારે ટોપ થ્રી સર્ચ્ડમાં સેક્સોલોજિસ્ટ્સ અને ગાયનેકોલોજીસ્ટ્સનો સમાવેશ થાય છે. ટોપ ટેનમાં બાકીનાં સર્ચ્ડ ડોક્ટર્સમાં ઓર્થોપેડિક્સ, જનરલ સર્જન્સ, યુરોલોજિસ્ટ્સ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ્સ અને ન્યુરોલોજિસ્ટ્સનો સમાવેશ થાય છે. ટિયર વન શહેરોમાં ડોક્ટર્સ માટેની ઓનલાઇન સર્ચમાં 25 ટકા અને ટિયર થ્રી શહેરોમાં 40 ટકાનો વધારો થયો હતો.
આ ટ્રેન્ડ અંગે ટિપ્પણી કરતા જસ્ટડાયલના સીએમઓ પ્રસુન કુમારે જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકોમાં ડોક્ટર્સ અને વિવિધ હેલ્થ સર્વિસિસ માટે ઓનલાઇન સર્ચ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. મહામારીએ ઉદ્દીપક તરીકે કામ કર્યું છે અને અમારો પ્રયાસ ડોક્ટર્સ સહિતની સમગ્ર નેબરહુડ હેલ્થ સર્વિસને ઓનલાઇન એકત્ર (એગ્રીગ્રેટ) કરવાનો છે. જસ્ટડાયલ અધિકૃત માહિતી સુનિશ્ચિત કરે છે, જેનાંથી યુઝર્સને કોઇ પણ પ્રકારની હેલ્થ ઇમરજન્સીમાં ચોવીસ કલાક માહિતી મળી શકે.”
ટિયર વન શહેરોમાં ડોક્ટર્સની ઓનલાઇન સર્ચમાં મુંબઇ પ્રથમ ક્રમે રહ્યું હતું, એ પછી બીજા ક્રમે દિલ્હી અને ત્રીજા ક્રમે કોલકતા રહ્યું હતું. ટિયર-ટુ શહેરોમાં પટના મોખરે હતું, જ્યારે મેક્સિમમ સર્ચમાં ટોપ ફાઇવમાં અન્ય શહેરોમાં લખનૌ, જયપુર, ભોપાલ અને વારાણસીનો સમાવેશ થાય છે.
ઇએનટી સ્પેશ્યાલિસ્ટ્સની માંગમાં 78 ટકાનો વધારો થયો હતો, જે ભારતમાં ટોપ ટેન મોસ્ટ સર્ચ્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સમાં મહત્તમ છે. ઇએનટી માટે ટિયર-વન શહેરોમાં મોસ્ટ સર્ચમાં મુંબઇ, દિલ્હી અને ચેન્નાઇ ટોપ પર હતા, જ્યારે ટિયર ટુ શહેરોમાં પટણા, રાંચી, લખનૌ, ચંદીગઢ અને કોઇમ્બતુરનો સમાવેશ થાય છે.
દેશભરમાં સેક્સોલોજિસ્ટ્સની માંગમાં 28 ટકા વધારો થયો હતો. ટિયર વન શહેરોમાં મહત્તમ સર્ચમાં દિલ્હી નંબર વન હતું, એ પછી મુંબઈ બીજા અને હૈદરાબાદ ત્રીજા ક્રમે રહ્યું હતું. ટિયર-ટુ શહેરોમાં સૌથી વધુ માંગ પટણામાં હતી. બાકીનાં ટિયર-ટુ શહેરોમાં ઇન્દોર, સુરત, ગોરખપુર અને જયપુરનો સમાવેશ થાય છે.
ગાયનોકોલોજિસ્ટ્સની સૌથી વધુ માંગ મુંબઇમાં 50 ટકા વધુ હતી, જયારે દિલ્હી અને કોલકતા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. ટિયર-ટુ શહેરોમાં ગાયનોકોલિજ્સ્ટ્સની સૌથી વધુ માંગ પટણા, જયપુર, લખનૌ અને ભોપાલમાં નોંધાઈ હતી.
આ ઉપરાંત, હોમિયોપથી અને આયુર્વેદિક પ્રેક્ટિશનર્સની માંગમાં અનુક્રમે 9 ટકા અને 23 ટકાનો વધારો નોંધાયો હતો. મુંબઇ અને દિલ્હીમાં એક સરખી માંગ હતી. ટિયર-વન શહેરોમાં બંને શહેરોમાં 50-50 ટકા સર્ચ નોંધાઈ હતી. હોમિયોપથી અને આયુર્વેદિક પ્રેક્ટિશનર્સ માટે ટિયર-ટુ શહેરોમાં જયપુર, કોઇમ્બતુર, પટણા, લખનૌ, વારાણસી અને નાગપુરમાં મહત્તમ સર્ચ નોંધાઈ હતી.