Western Times News

Gujarati News

આણંદ અને ભાવનગરમાં અકસ્માત, ૬ લોકોનાં મોત

દલવાડી, રાજ્યમાં અસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે ભાવનગરના નવાબંદર અને આણંદમાં વઘાસી નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની બે અલગ અલગ ઘટનાઓમાં કુલ ૬ લોકોના મોત થયા હોવાની ગોઝારી ઘટના સામે આવી છે.

ભાવનગરના અકસ્માતની વાત કરીએ તો શહેરના નવાબંદર રોડ પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના સ્થળ પર મોત થયા છે. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

ત્યારબાદ પોલીસને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોને બહાર કાઢવા ફાયર વિભાગની પણ મદદ લેવાઇ હોવાની માહિતી મળી રહી છે. ત્યારબાદ પોલીસે મૃતદેહોને બહાર કાઢીને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદમાં બનેલા અકસ્માત વિશે મળતી માહિતી પ્રમાણે વઘાસી નજીક નેશનલ હાઇ-વે પર હિટ એન્ડ રનની ઘટના બની છે.

જેમાં અજાણ્યા વાહનની ટકકરે બે યુવકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે પુરપાટ ઝડપે જતા વાહને ટક્કર મારતા બંને યુવાનો ૧૫ ફૂટ દૂર ફંગોળાયા હતા. જ્યાં તેમનું મોત થયું છે.

મૃતક યુવાનો મૂળ ઉત્તરપ્રદેશ અને બિહારના રહેવાસી હોવાનું જાણવા મળે છે અને વઘાસી નજીક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. અને નોકરી પુરી થતા તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે હાઇ-વે રોડ પરથી પસાર થતા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ પહોંચી ગઈ હતી અને મૃતક બંને યુવાનોના મૃતદેહને PM માટે ખસેડાયા હતા. આ ઘટનામાં આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેરની નજીક આવેલા નવા બંદર રોડ પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો.

અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. કાર અને ટ્રકની ટક્કર એટલી જાેરદાર હતી કે કારના ફૂરચા ઉડી ગયા હતા.

બનાવને પગલે ૧૦૮નો સ્ટાફ અને પોલીસ કાફલો દોડી ગયો હતો. ટ્રક સાથે ટક્કર બાદ કારનો બુકડો બોલી ગયો હોવાથી અંદર સવાર લોકોનાં મૃતદેહ ફસાયા હતા. જે બાદમાં મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

તમામ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ મૃતકો કરચલીયા પરા વિસ્તારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ જે દ્રશ્યો ઊભા થયા હતા તેને જાેઈને હાજર તમામ લોકો હચમચી ગયા હતા. કારના ફૂરચા નીકળી ગયાઃ અકસ્માત બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરામણા છે.

કારણ કે ટ્રકની ટક્કર એટલી જાેરદાર હતી કે કારના ફૂરચા નીકળી ગયા હતા. કારને એટલું નુકસાન થયું હતું કે, તેમાં સવાર લોકો અંદર જ ફસાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.