વડીલોપાર્જિત જમીન પર ઘર બનાવવા બાબતે ત્રણ ઈસમોએ બે પુત્રો અને તેની માતાને માર માર્યો

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા : ઘટના અંગે શહેર પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના સામોર ગામના કૈલાસ ટેકરામાં વડીલો પાર્જિત જમીન પર ઘર બનાવવા બાબતે કહેવા જતા ત્રણ ઈસમોએ બે પુત્રો અને તેની માતાને મારક હથિયાર વડે મારતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મારામારી ને લઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.અંકલેશ્વર તાલુકાના નવા તવરા ગામના મોદી ફળિયામાં રહેતા મંગા ચતુર વસાવાના મૂળ વતન સામોર ગામના કૈલાસ ટેકરા ફળિયામાં બાપ દાદાનું સંયુક્ત ગભાણ આવેલું છે.જે જગ્યા પર તેઓના કાકાના જમાઈ ઘર બાંધી રહ્યા છે જે અંગે જાણ થતા મંગા વસાવા અને તેઓના માતા તેમજ ભાઈ સામોર ગામ ખાતે ગયા હતા.
જેઓએ કાકી સંગીતાબેન વસાવા અને તેઓના જમાઈને જગ્યા પર પૂછ્યા વિના કેમ ઘર બનાવો છો તેમ કહેતા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. જેઓનું ઉપરાણું લઈ વિશ્રામ પાંચિયા વસાવા અને તેના પુત્રો વિપુલ અને રોહન ત્યાં આવી મંગા વસાવા અને તેઓના માતા-ભાઈને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ આવેશમાં આવી ગયેલા બાપ-દીકરાઓએ જમીન માલિક અને તેની માતા તેમજ ભાઈને ધારિયા, લાકડાના સપાટા વડે માર માર્યો હતો.
મારામારીમાં ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આ મારામારીની ઘટના અંગે શહેર પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.