પાર્ટી છોડવાનો વાત માત્ર રાજકીય અફવા: આનંદ શર્મા

નવીદિલ્હી,રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસ પાર્ટીમાં નવો વિખવાદ શરૂ થયો છે. ઘણા વરિષ્ઠ નેતાઓ કહે છે કે પાર્ટીએ અનુભવ અને સમર્પણમાં વિશ્વાસ ન રાખીને બહારના લોકોને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર વાત કરી છે. જાે કે તેમની સાથે શું વાત થઇ તે જાહેર કરવામાં આવી નથી.
સૂત્રોનું કહેવું છે કે રવિવારે સોનિયા ગાંધીએ આઝાદ સાથે વાત કરી હતી. તેમનું આ પગલું દર્શાવે છે કે તેઓ અસંતુષ્ટ નેતાઓને મનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.પાર્ટીના વરિષ્ઠ નેતા અને જી ૨૩માંથી આનંદ શર્માને પણ રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી નથી. એવી અટકળો પણ ચાલી રહી હતી કે તેઓ ભાજપમાં જાેડાઈ શકે છે. જાે કે, આ અટકળોને નકારી કાઢતા શર્માએ કહ્યું કે આ માત્ર રાજકીય અફવા છે. તેમણે કહ્યું કે તેઓ પાર્ટી બદલવાના નથી.
છત્તીસગઢ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં બહારના લોકોને ટિકિટ આપવાના મામલે નેતાઓમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે. ઘણા લોકોએ આગળ આવીને પોતપોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. જાેકે, રાજ્યોના મુખ્યમંત્રીઓએ પાર્ટીના આ મનપસંદ ઉમેદવારો વિરુદ્ધ કંઈ કહ્યું નથી. ગુલન નબી આઝાદ, આનંદ શર્મા અને વીરપ્પા મોઈલી જેવા નેતાઓ રાજ્યસભાના ઉમેદવારોની યાદીમાં સ્થાન ધરાવતા નથી. ત્રણેયને આશા હતી કે તેમને રાજ્યસભામાં મોકલવામાં આવશે.hs2kp