Western Times News

Gujarati News

મધ્ય અને દક્ષિણ ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં સારો રહેશે,

નવીદિલ્હી,આ વર્ષે ભારતમાં ચોમાસાની સિઝનમાં કરવામાં આવેલા અનુમાન મુજબ, વરસાદ સામાન્ય કરતાં વધુ હોઈ શકે છે. હવામાન વિભાગએ આ માહિતી આપી છે.એમઆઇડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આ ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદનો પૂરેપૂરો અંદાજ છે.

તેમણે કહ્યું કે, માત્રાત્મક રીતે તે લોંગ પીરિયડ એવરેજ ના ૧૦૩ ટકા હશે. એમઆઇડીએ આ એપ્રિલમાં નવો એલપીએ રજૂ કર્યો હતો, જે ૧૯૭૧-૨૦૨૦ દક્ષિણપશ્ચિમ ચોમાસાની સિઝન માટેના વરસાદના ડેટા પર આધારિત છે. હાલમાં, એલપીએ ૮૭ સીએમ અથવા ૮૭૦ એમએમ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય અને દક્ષિણ ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં સારો રહેશે, જ્યારે ઉત્તર-પૂર્વની સાથે ઉત્તર-પશ્ચિમમાં ચોમાસું સામાન્ય રહેશે આઇએમડીએ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશા માટે ૧૦૬ ટકા કરતાં વધુ એટલે કે સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી જારી કરી છે.

દિલ્હી-એનસીઆરમાં ભારે તોફાન અને વરસાદની અસર હજુ પણ હવામાન પર જાેવા મળી રહી છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે અને મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા નીચું નોંધાયું છે. આવી સ્થિતિમાં આકરી ગરમીમાંથી રાહત મળી રહી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે ફરી એકવાર હવામાનમાં ફેરફાર જાેવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આંશિક વાદળછાયું આકાશ રહેશે અને ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે.

સાથે જ ૨૦ થી ૩૦ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સિવાય હળવો વરસાદ પણ પડી શકે છે. ૨ થી ૬ જૂન સુધી, હવામાન સ્વચ્છ રહેશે, પરંતુ દિવસ દરમિયાન જાેરદાર પવન ફૂંકાઈ શકે છે. ગુરુવારે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે, જાેકે એક સપ્તાહ સુધી ગરમીની લહેર આવવાની કોઈ શક્યતા નથી. આ દરમિયાન ઉનાળાની ગરમીમાં વધારો થશે.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.