ગુજરાતના શહેરોમાં ૪ જૂને બપોરે ૧૨ વાગ્યા પછી પડછાયો ગુમ થઈ જશે
જામનગર,નભોમંડળમાં શનિવારે વધુ એક ખગોળીય ઘટના સર્જવા જઇ રહી છે. શનિવાર અને ૪ જૂનના દિવસે “ઝીરો શૅડો ડે” તરીકે ઉજવાશે અને બપોરના ૧૨.૪૮ મિનિટે સૂર્ય બરાબર માથા પર આવશે અને તેનો પડછાયો એક મિનિટ માટે સંપૂર્ણપણે બંધ થઈ જશે. જેથી ૦૪ જૂન ની “ઝીરો શૅડો ડે” તરીકે ઉજવણી કરાશે.
Saturday and June 4 will be celebrated as “Zero Shadow Day” and at 12.48 pm the sun will come right over the head and its shadow will be completely off for a minute.
ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા પર આવે ત્યારે તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદશ્ય થઈ જાય છે. જેને ઝીરો શૅડો ડે તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભૃમણ કરે છે અને સૂર્ય ની આસપાસ પરિક્રમા કરે છે. સૂર્ય હંમેશા એકની એક જગ્યા એ ઊગતો દેખાતો નથી. ઉનાળામાં ઉત્તર તરફ ખસતો દેખાય છે અને શિયાળામાં તે દક્ષિણ તરફ ખસતો દેખાય છે.
સૂર્ય પોતાની ઉત્તર તરફની આકાશીયાત્રા દરમ્યાન વધુમાં વધુ ખસીને ૨૩.૫ અંશે ઉગ્યા બાદ ફરી દક્ષિણ તરફ ખસવા માંડે છે. તેને દક્ષિણાયન કહેવાય છે. જે ૨૨ જુન આસપાસ હોય છે. આ દિવસે આપણા ત્યાં મોટામાંમોટો દિવસ હોય છે.૨૩.૫ અંશ અને મકરવૃત (ટ્રોપિક ઓફ કેપરિકોન) -૨૩.૫ અંશના વિસ્તાર માં વર્ષ દરમિયાન “ઝીરો શૅડો ડે” બે દિવસ થાય છે.
જ્યારે સૂર્યનું ડેકલિનેશન-ઉંચાઇ અને તે સ્થળના અક્ષાંસ સરખા હોય, જ્યારે સૂર્ય લોકલ મેરિડીયનને ક્રોસ કરે ત્યારે સૂર્ય કિરણ તે સ્થળે બરાબર લંબ આકારે પડે, ત્યારે ત્યાં થોડી ક્ષણો માટે પડછાયો અદ્શ્ય થઈ જાય છે. અલગઅલગ સ્થળો માટે અક્ષાંસ મુજબ સૂર્યની બરાબર માથે આવવાની તારીખ અને સમય અલગઅલગ હોય છે. જુદા જુદા શહેરોની તારીખ અને સમય નીચે મુજબ છે.
દ્વારકા – ૦૨ જુન ;-૧૨.૫૦,રાજકોટ- ૦૪ જૂન ;-૧૨.૪૫,જામનગર-૦૪ જુન;-૧૨.૪૮,ધ્રોલ -૦૫ જુન ;-૧૪.૪૭,મોરબી/ ૦૭ જુન ;-૧૨.૪૯,ભૂજ- ૧૩ જુન ;-૧૨.૫૧સૂર્યની દક્ષિણાયન ગતી દરમ્યાન ૦૮ જુલાઈના રોજ ફરીથી જામનગર શહેરમાં ઝીરો શૅડો ડે માણી શકાશે. આ દિવસે જામનગરમાં ફરી થોડી ક્ષણો માટે સૂર્ય નો પડછાયો અદ્શ્ય થઇ જશે.
ઉપરોક્ત બંને દિવસો દરમિયાન જામનગરની ખગોળ પ્રેમી જનતાએ સૂર્ય પ્રકાશ નીચે ઊભા રહીને સ્વયંભૂ તેની અનુભૂતિ કરવા અને આ અલૌકિક ખગોળીય ઘટનાના જાતે જ સાક્ષી બનવા માટેનો જામનગર ખગોળવિદ કિરીટભાઈ શાહ દ્વારા અનુરોધ કરાયો છે.hs3kp