Western Times News

Gujarati News

ABP અસ્મિતા મેગા કોન્કલેવ અસ્મિતા મહા સંવાદનું કરશે આયોજન

અમદાવાદ, ભારતમાં સૌથી ઝડપી વૃદ્ધિ સાધતી ગુજરાતી ન્યૂઝ ચેનલ ABP અસ્મિતાએ અમદાવાદમાં 3 જૂન 2022ના રોજ વસ્ત્રાપુર પાસે આવેલી હોટલ હ્યાતમાં ફ્લેગશીપ કોન્કલેવ અસ્મિતા મહા સંવાદનું આયોજન કરશે. આ કોન્કલેવમાં રાજ્યના મહત્વપૂર્ણ મુદ્દાઓ, લોકોના પ્રશ્નો, અને રાજ્ય સરકારની આગામી રુપરેખા તૈયાર કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.

તો સાથે જ નેતાઓને પોતાનું વિઝન રજૂ કરવા માટે પ્લેટફોર્મ પૂરુ પડાશે. આ કોન્કલેવમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શહેરી વિકાસ મંત્રી શ્રી વિનોદ મોરડીયા અને પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજા સહિતના મંત્રીશ્રીઓ વક્તા તરીકે ઉપસ્થિત રહેશે.

આ કોન્કલેવમાં રાજ્યના અગ્રણી રાજકીય નેતાઓ સામેલ થશે. આ કોન્કલેવનો ઉદ્દેશ્ય ગુજરાતમાં સરકારે કરેલા કામો, બાકી કામો અને આગળના એજન્ડા તેમજ પડકારોના મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ ચર્ચામાં હાલમાં જવલંત મુદ્દા શિક્ષણ, આરોગ્ય, કૃષિ સહિતના મુદ્દાઓ પર તો ચર્ચા થશે જ…સાથે જ સામાજિક, આર્થિક બાબતોનું પણ વિષ્લેષણ કરાશે.કોન્કલેવના પ્લેટફોર્મ પરથી આગામી ચૂંટણીને લઈને વર્તમાન સરકારના વિઝન અંગે પણ ચર્ચા કરાશે.

ABP અસ્મિતાએ સ્થાપનાના છ વર્ષ દરમિયાન ગુજરાતમાં સ્પર્ધાત્મક માર્કેટમાં અગ્રણી સ્થાન હાંસલ કર્યું છે. ગુજરાતી દર્શકોને ABP  અસ્મિતાના સમાચારો અને કાર્યક્રમો પ્રત્યે વિશેષ લગાવ છે. ચેનલની લોકપ્રિયતા અને વૃદ્ધિ સમચારોમાં અગ્રીમતા, રચનાત્મક ફોર્મેટ્સ અને નીડરતાથી પ્રજાના પ્રશ્નોને ઉઠાવાતા મુદ્દાઓને આભારી છે. ABP અસ્મિતા તેના હાર્ડ કોર ન્યૂઝ કંટેન્ટને કારણે ગુજરાતભરમાં જાણીતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.