પ્લેનની વિંગ પર ચાલતી વ્યક્તિનો વીડિયો વાયરલ
નવી દિલ્હી, કોઈપણ સ્થળનો નજારો તેને સુંદર બનાવે છે અને જાે તમે તેની આસપાસ કંઈક એવું જાેવા મળે, જે શ્વાસ થંભાવી દે તો તે દ્રશ્ય યાદ રહી જાય છે.
આવો જ નજારો બાલીના એક બીચના કિનારે જાેવા મળ્યો. અહીંના સુંદર નજારા સિવાય પણ એક એવો શાનદાર પોઈન્ટ છે, જ્યાં જાે વીડિયો બનાવવામાં આવે તો દર્શકો લગભગ આઘાતમાં આવી જાય. આ સ્થળ ઈન્ડોનેશિયાના એક પ્રાંત બાલીની મધ્યમાં છે.
હાલમાં જ બાલીમાં રહેતા એક ફોટોગ્રાફરે આ જગ્યાએ ચાલતા તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો, ત્યારબાદ ઈન્ટરનેટ પર લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. હજારો ફૂટની ઉંચાઈ પર આ વ્યક્તિ વિમાનની પાંખ પર એટલી આરામથી ચાલી રહ્યો હતો કે જાેનારાઓ દંગ રહી ગયા.
ફોટોગ્રાફરનું નામ કોમિંગ ડરમાવાન છે અને તે ઈન્ડોનેશિયાના ન્યાંગ ન્યાંગ બીચ પર હાજર હતો. અહીં તેણે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ તરીકે નિવૃત્ત વિમાનની પાંખ પર આરામથી ચાલતા હોવાનો વીડિયો બનાવ્યો હતો.
વીડિયો એ એન્ગલથી બનાવવામાં આવ્યો છે કે વિમાનની પાંખ ખડક જેવી લાગે છે. વીડિયો જાેઈને લોકોએ જબરદસ્ત રિસ્પોન્સ આપ્યો છે અને ફોટોગ્રાફરની બહાદુરીની પ્રશંસા કરી છે. આ વીડિયોને ૨ દિવસ પહેલા જ Instagram પર Earthpix નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
લોકોને તેને વીડિયો એટલો ગમ્યો કે તેને અત્યાર સુધીમાં ૧૩.૨ મિલિયનથી વધુ લોકો જાેઈ ચૂક્યા છે. આટલું જ નહીં ૬ લાખ ૧૯ હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. વીડિયો પર કોમેન્ટ કરનારાઓની પણ કમી નથી. કેટલાક લોકોએ કહ્યું કે વીડિયો જાેયા બાદ જ તેમને ચક્કર આવવા લાગ્યા તો કેટલાક લોકોનું માનવું છે કે તેમને પણ આ જગ્યાએ જવું પડશે.SS1MS