દક્ષિણ-પૂર્વના ૧૦ દેશોના વિદેશ મંત્રીઓ ૧૫ થી ૧૭ જૂન ભારતના આંગણે

નવીદિલ્હી,કેન્દ્ર સરકાર હાલ ભારતને વૈશ્વિક ફલક ઉપર પહોંચાડવા માટે અને આર્થિક વૃદ્ધિની સાથે વ્યાપાર વૃદ્ધિ થાય તે દિશામાં સતત કાર્ય હાથ ધરી રહ્યું છે જેના માટે ભારત વિદેશી દેશો સાથે દ્વિપક્ષીય કરારો પણ કરે છે. એ સ્થિતિને ધ્યાને લઈ હાલ કેન્દ્ર સરકાર ઈન્ડો પેસિફિક દેશોના વિકાસ માટે સતત કાર્યશીલ બન્યું છે અને સાથોસાથ સર્વ પ્રથમ વખત ભારત ૧૦ એશિયન દેશોના વિદેશ મંત્રીઓ ને ભારત આવવા આમંત્રણ પણ આપ્યું છે જેથી તારીખ ૧૫ થી તારીખ ૧૭ જૂન એમ ત્રણ દિવસ એશિયન દેશોના ૧૦ વિદેશ મંત્રીઓ ભારતના આંગણે આવશે જ્યાં તેઓ ભારત સાથે વ્યાપારિક કરારો પણ કરશે.
એશિયન દેશો સાથે ભારત જે વ્યાપાર સંધિ કરવા જઈ રહ્યું છે તેમાં મહત્વપૂર્ણ રીતે કનેક્ટિવિટી, રોકાણો, સપ્લાય ચેઇન દરિયાઈ સુરક્ષા સહિતના મુદ્દે કરારો થશે. સીતારામ ભારત એકમાત્ર વિશ્વમાં એવું દેશ ઉભરીને આવ્યું છે કે જેના ઉપર વિશ્વના અન્ય દેશો વિશ્વાસ અને ભરોસો મૂકી રહ્યા છે જે ભારત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રશિયા યૂક્રેન નું યુદ્ધ હોય કે આર્થિક કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય વિશ્વના દેશો હાર ભારત સાથે વ્યાપાર કરવા માટે તલપાપડ બની રહ્યા છે જે સ્કિન માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે.
તો સામે પ્રશ્ન એ પણ છે કે ભારત પાસે આ પ્રકારની વિપુલ તકો આવતી હોય છે પરંતુ જાે તેને યોગ્ય રીતે તેને અનુસરવામાં નહીં આવે તો દેશને ઘણી નુકશાની પણ વેઠવી પડશે.હાલના સમયમાં ભારત પાસે પૂરતા પ્રમાણમાં જે જરૂરી સાધનો હોવા જાેઈએ તે છે જેથી તે વિશ્વ આખાને તેમના પર જે ભરોસો મૂકવામાં આવ્યો છે તેને પૂર્ણ કરવા માટે અત્યંત કારગત નિવડશે. આગામી ૧૫ જૂનથી ત્રણ દિવસ જે એશિયન દેશોના મંત્રીઓ આવી રહ્યા છે તે સ્થિતિને જાેઈ ચીનના પેટમાં તેલ પણ રેડાયું છે જેથી એ વાત સ્પષ્ટ છે કે ચીન સામે નો વૈશ્વિક અભિગમ ભારત માટે ફૂલગુલાબી સાબિત થશે અને થઈ રહ્યો છે.hs2kp