રાજસ્થાનના બે વેપારીએ ગ્રે કાપડનો માલ ખરીદી બારોબાર વેચી દીધો
ન્યુ કલોથ માર્કેટના વેપારી સાથે પ.૩૮ કરોડની ઠગાઈ કરી
(એજન્સી)અમદાવાદ, સારંગપુર પાસે આવેલ ન્યુ કલોથ માર્કેટના વેપારી પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદી તેના રૂા.પ.૩૮ કરોડ નહી આપી ઠગાઈ કરી છે. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે અન્ય ત્રણ વેપારી સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રહલાદનગર ગ્રીન બ્લોસમાં પર વર્ષીય કિશોરભાઈ ચોપડા તેમના પરીવાર સાથે રહે છે અને તેઓ સારંગપુર પાસે આવેલ ન્યુ કલોથ માર્કેટમાં દુકાન ધરાવી સર્વોદય ફેબ ફર્મ નામથી કાપડનો ધંધો કરે છે. ગત ર૬ ફેબ્રુઆરી ર૦૧૯થી ૩૧ ફેબ્રુઆરી ર૦ર૦ સુધી મુળ રાજસ્થાનના વેપારી ગોરવ વહોરા અને સુરેશ વહોરાએ ભેગામળી કિશોરભાઈનો વિશ્વાસ કેળવીને તેમની પાસેથી અલગ-અલગ બિલથી રૂા.૧.૩૩ લાખનો ગ્રે કાપડનો માલ ખરીદી પૈસા આપ્યા ન હતા.
ત્યારબાદ તેમણે ફરી આગળના પૈસા આપી દેશે એમ કહીને વધુ રૂ.ર.પ કરોડનો ગ્રે કાપડનો માલ ખરીદી કરી હતી.આ બંને વેપારીઓ ગોરવ વહોરા એન સુરેશ વહોરાએ આ માલને મહારાષ્ટ્રના આનંદ બાગરેચાને વેચી પૈસા રોકડા કરી દીધા હતા. માલ વેચીને પૈસા આવી ગયા હોવા છતાં બંને વેપારીઓએ કિશોરભાઈને આપવાના થતાં રૂપિયા પરત આપ્યા ન હતા.
બીજી તરફ પાંચ કરોડથી વધુ રકમ લેવાની હોવાથી તેઓ વારંવાર ઉઘરાણી કરતા હતા અને વેપારીઓ તેમને એક પછી એક વાયદાઓ આપતા હતા.તેમ છતાં કિશોરભાઈએ આ ત્રણ જણા પાસે માના બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા તેમ છતાં રૂપિયા ન મળતા તેઓ કંટાળીને પોલીસ ફરીયાદ કરશે તેવું પણ કહયું તેમ છતાં વેપારીઓએ તેમને બાકી રૂપિયા આપ્યા ન હતા.
આખરે કંટાળીને કિશોરભાઈએ આ ગોરવ વહોરા, સુરેશ વહોરા અને મહારાષ્ટ્રના આનંદ બાગરેખા સામે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હોવાની ફરીયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી. જેના આધારે પોલીસે હવે ત્રણેય આરોપીને શોધખોળ હાથ ધરી છે.