Western Times News

Gujarati News

હવે તમે તમારા ઘરની બહાર નીકળ્યાં વિના બેંકની શાખાની મુલાકાત લઈ શકશો

Kiya.aiએ ભારતનું સૌપ્રથમ બેંકિંગ મેટાવર્સ – કિયાવર્સ પ્રસ્તુત કર્યું

મુંબઈ, ક્યારેય કલ્પના કરી છે કે, તમે વર્ચ્યુઅલ રીતે (તમારા ઘરની બહાર નીકળ્યાં વિના) બેંકની શાખાની મુલાકાત લઈ શકો કે તમારા સલાહકાર સાથે રોકાણની યોજનાની ચર્ચા કરી શકો? હવે એ દિવસ દૂર નથી જ્યારે તમે તમારા ઘરમાંથી સુવિધાજનક રીતે નાણાકીય વ્યવહાર કરી શકશો.

Ever imagine being able to visit your bank branch virtually (without leaving your home) or conveniently discussing investment plans with an advisor?

બેંકિંગની માહિતી અને વિવિધ બેંકિંગ ઉત્પાદનો મેળવી શકશો. દુનિયાભરમાં નાણાકીય સંસ્થાઓ અને સરકારોને સૌથી વધુ ઇનોવેટિવ ડિજિટલ સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીની એક Kiya.ai એ આજે ભારતની સૌપ્રથમ બેંકિંગ મેટાવર્સ – કિયાવર્સ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી.

કિયાવર્સ અવતાર (વર્ચ્યુઅલ હ્યુમનોઇડ) આધારિત ઇન્ટરેક્શન દ્વારા મેટવર્સ બેંકિંગ સાથે રિયલ-વર્લ્ડ બેંકિંગને મર્જ કરવાના યુઝ કેસમાં પથપ્રદર્શક છે. કિયાવર્સ પ્રથમ તબક્કામાં બેંકોને ક્લાયન્ટ, પાર્ટનર અને કર્મચારીઓ માટે વિવિધ સેવાઓ મારફતે તેમના પોતાના મેટાવર્સની સુવિધા આપશે.

આ સેવાઓમાં રિલેશનશિપ મેનેજર અ પીઅર અવતાર્સ અને રોબો-એડવાઇઝર્સ સામેલ હશે. કિયાવર્સે NFTs તરીકે ટોકન્સ ધરાવવાની અને CBDCને ટેકો આપવાની યોજના બનાવી છે, જેથી વેબ 3.0 એન્વાયર્મેન્ટમાં ઓપન ફાઇનાન્સની સેવા સક્ષમ બનશે.

કિયાવર્સ મેટાવર્સ પર સુપર-એપ અને માર્કેટપ્લેસને સક્ષમ બનાવવા એગ્રીગેટર્સ અને ગેટવેઝ સાથે એના ઓપન API કનેક્ટર્સ સાથે જોડાણ કરશે. હેપ્ટિક્સ સાથે કાર્ય કરવા સક્ષમ હેડસેટ પ્રસ્તુત કરવાની સાથે કિયાવર્સ ઇન્ટરનેટ ઓફ સેન્સિસનો ઉપયોગ કરીને લગભગ રિયલ-વર્લ્ડ ઇન્ટરેક્શન પ્રદાન કરશે.

Kiya.aiના એમડી અને સીઇઓ રાજેશ મિર્જાન્કરે કહ્યું હતું કે, “જ્યારે ડિજિટલ બેંકિંગ આંતરનિર્ભર અને સર્વસમાવેશક રીતે કામ કરે છે, ત્યારે આ ઘણી વાર લાગણીસભર રીતે સંવાદ કરે એવું પણ જોવામાં આવ્યું છે. મેટાવર્સ બેંકોને માનવીય સ્પર્શ સાથે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે, જે ગ્રાહક સાથે સંવાદને ઊંડાણપૂર્વકનો અને અંગત બનાવશે.

Kiya.ai MD and CEO Rajesh Mirjankar said, “While digital banking is functionally interdependent and inclusive, it is all too often seen as being emotionally detached.

મેટાવર્સમાં કિયાવર્સ અર્થપૂર્ણ ઉપયોગિતા ઓફર કરે છે, જે રિયલ વર્લ્ડમાં પ્રસ્તુત બિઝનેસ યુઝ કેસીસમાં ઉપયોગી બને છે. આ બેંકોને ડેટા વિઝ્યુલાઇઝેશન તથા પ્રોસેસીસ અને પ્રોસીજર્સના ગેમિફિકેશન માટે શ્રેષ્ઠ પરિણામો મેળવવા સંવર્ધિત UXની સંભવિતતા હાંસલ કરવા સક્ષમ બનાવશે.

કિયાવર્સ રિયલ વર્લ્ડ, મિક્સ્ડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી એન્વાર્યમેન્ટ્સમાં અંગત અવતારનો ઉપયોગ કરીને ક્રોસ-ફંક્શનલ મલ્ટિ-એક્સિપિરિયન્સ પ્રદાન કરે છે. અમારા પ્રોડક્ટની રૂપરેખામાં CBDC સાથે ઇન્ટિગ્રેશન અને મેટાવર્સમાં ઓપન ફાઇનાન્સને સક્ષમ બનાવવા અન્ય મેટાવર્સ સાથે આંતરકાર્યદક્ષતા સામેલ છે.”

કિયાવર્સ ગ્રાહકોને ડિજિટલ બેંકિંગ યુનિટ, મોબાઇલ, લેપ્ટોપ, વીઆર હેડસેટ અને મિક્સ્ડ રિયાલિટી એન્વાયર્મેન્ટ પર તેમના અંગત અવતારોનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે. પ્લેટફોર્મ રિયલ વર્લ્ડમાંથી વર્ચ્યુઅલ વર્લ્ડમાં અને વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી રિયલ વર્લ્ડમાં બેંકિંગ સેવાઓ લાવશે,

રિલેશનશિપ મેનેજરના અવતાર ક્રિએશન સાથે સંવાદઅને કસ્ટમાઇઝેશન, એઆઈ-આધારિત ડિજિટલ કસ્ટમર ઇન્ટરેક્શન, પોર્ટફોલિયો એનાલીસિસ, વેલ્થ મેનેજમેન્ટ, કો-લેન્ડિંગ અને કોર્પોરેટ બેંકિંગ સામેલ છે.કિયાવર્સ બેંકો માટે ડેટાનું 3-ડાઇમેન્શનલ એનાલીસિસ પ્રદાન કરશે, જેમાં સીએમઓ ઇનસાઇટ્સ, પ્રોડક્ટ પર્ફોર્મન્સ, રિસ્ક એનાલીસિસ અને ચેનલ એનાલીટિક્સ પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.