Western Times News

Gujarati News

અમદાવાદ, દિલ્હી અને બેંગાલુરુમાં ભાડાના મકાનોની માંગમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો

વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય રેન્ટલ હાઉસિંગની માગ ત્રિમાસિક ધોરણે 15.8 ટકા અને વાર્ષિક ધોરણે 6.7 ટકા વધીઃ મેજિકબ્રિક્સના ઇન્ડિયા રેન્ટલ હાઉસિંગ અપડેટમાં ખુલાસો

કુલ રેન્ટલ હાઉસિંગનો પુરવઠો ત્રિમાસિક ધોરણે 30.7 ટકા અને વાર્ષિક ધોરણે 101.5 ટકાની વૃદ્ધિ; નવી મુંબઈ, થાણે, પૂણે, મુંબઈ અને ચેન્નાઈમાં મહત્તમ વૃદ્ધિ થઈ

નવી દિલ્હી, મેજિકબ્રિક્સના ઇન્ડિયા રેન્ટલ હાઉસિંગ અપડેટમાં ખુલાસો થયો છે કે, વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય રેન્ટલ હાઉસિંગ બજારની માગ (સર્ચ)માં ત્રિમાસિક ગાળામાં 15.8 ટકા અને વાર્ષિક ધોરણે 6.7 ટકાનો વધારો થયો હતો. Indian rental housing demand grew 15.8% QoQ and 6.7% YoY in Q1 2022 reveals Magicbricks’ India Rental Housing

રિપોર્ટમાં વધુ જાણકારી મળી છે કે, 13 ભારતીય શહેરોમાં કુલ રેન્ટલ હાઉસિંગનો પુરવઠો (લિસ્ટિંગ્સ) ત્રિમાસિક ધોરણે 30.7 ટકા અને વાર્ષિક ધોરણે 101.5 ટકાનો વધારો થયો હતો. મેજિકબ્રિક્સ દ્વારા પ્રથમ પ્રકારના રિપોર્ટમાં વધુ ખુલાસો થયો કે મોટા ભાગના ભાડૂઆતો (45 ટકા) 2 બીએચકે, પછી 3 બીએચકે (31 ટકા) અને 1 બીએચકે (19 ટકા) કન્ફિગરેશન્સ પસંદ કરે છે. રિપોર્ટ મુજબ, મોટા ભાગના ભાડૂઆતો મલ્ટિસ્ટોરી (69 ટકા) બિલ્ડિંગોમાં સેમિ-ફર્નિશ્ડ (53 ટકા) પસંદ કરે છે.

રિપોર્ટ પર જાણકારી આપતાં મેજિકબ્રિક્સના સીઇઓ સુધીર પાઇએ કહ્યું હતું કે, “કોવિડ-19ની ત્રીજી લહેર અપેક્ષા કરતાં હળવી રહેવાથી અને સઘન રસીકરણ અભિયાનને પગલે ઘણી ઓફિસો આ વર્ષની શરૂઆતથી હાઇબ્રિડ વર્કિંગ પ્લાનમાં શરૂ થઈ હતી.

તેમણે અઠવાડિયામાં ઓછામાં ઓછા બેથી ત્રણ વાર ઓફિસમાં કર્મચારીઓને બોલાવવાની શરૂઆત કરી હતી. પરિણામે ઘણા કર્મચારીઓ તેમના વતનમાંથી મેટ્રોમાં પરત ફર્યા હતા અને રેન્ટલ હાઉસિંગ બજારમાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં માગમાં મોટો સુધારો જોવા મળ્યો હતો.

ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ ખુલી જવાથી ઘણા પરિવારો અને કોલેજ/યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મેટ્રોમાં પરત ફરવાની શરૂઆત કરી હતી. અમને અપેક્ષા છે કે, આ ટ્રેન્ડ આગામી થોડા ત્રિમાસિક ગાળાઓમાં જળવાઈ રહેશે, કારણ કે ઓફિસો વધારે ઓક્યુપન્સી અને ઓપરેશન તરફ અગ્રેસર થશે, જે રેન્ટલ હાઉસિંગ બજારમાં સુધારા તરફ દોરી જશે.”

રિપોર્ટમાં તારણ વ્યક્ત કરવામાં આવ્યું છે કે, રોજગારીના કેન્દ્રો અને શૈક્ષણિક કેન્દ્રો નજીક રેન્ટલ હાઉસિંગ માટે માગમાં વધારો થયો છે, કારણ કે શાળાઓ અને ઓફિસ ખુલવાથી લોકોમાં મેટ્રોમાં પરત ફરી રહ્યાં છે.

વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મેજિકબ્રિક્સના ઇન્ડિયા રેન્ટલ હાઉસિંગ અપડેટમાં મેક્રો ટ્રેન્ડઃ

–          વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તમામ 13 શહેરોમાં કુલ માગ (સર્ચ) ત્રિમાસિક ધોરણે 15.8 ટકા અને વાર્ષિક ધોરણે 6.7 ટકા જોવા મળી હતી. ગુરુગ્રામ, દિલ્હી, નોઇડા, બેંગાલુરુ અને અમદાવાદમાં ત્રિમાસિક ધોરણે અનુક્રમે 33.5%, 27.8%, 21.4%, 19.4%, અને 17.6% વૃદ્ધિ જોવા મળી હતી.

–          કુલ પુરવઠો (લિસ્ટિંગ્સ) ત્રિમાસિક ધોરણે 30.7 ટકા અને વાર્ષિક ધોરણે 101.5 ટકાનો વધારો થયો હતો, જેમાં નવી મુંબઈ, થાણે, પૂણે, મુંબઈ અને ચેન્નાઈમાં અનુક્રમે મહત્તમ 40.9%, 40.9%, 38.1%, 37.6% અને 36.3%ની વૃદ્ધિ જોવા મળી હતી.

–          અખિલ ભારતીય સ્તરે ભાડાના દરમાં ત્રિમાસિક ધોરણે 4 ટકાનો વધારો થયો હતો, જે ભારતમાં રેન્ટલ હાઉસિંગ બજારમાં સુધારો સૂચવે છે.

–          45 ટકા ભાડૂઆતો 2 બીએચકે, 31 ટકા 3 બીએચકે અને 19 ટકા 1 બીએચક પસંદ કરે છે. ગ્રેટર નોઇડા, હૈદરાબાદ અને મુંબઈ ફક્ત ત્રણ શહેરો છે, જ્યાં 50 ટકાથી વધારે ભાડૂઆતો 2 બીએચકે પસંદ કરે છે.

–          મહાનગરોમાં 37 ટકા ભાડૂઆતો દર મહિને રૂ. 10,000થી રૂ. 20,000ના ભાડાની અંદર પ્રોપર્ટી પસંદ કરે છે, 23 ટકા દર મહિને રૂ. 20,000થી રૂ. 30,000ના ભાડાની અંદર પ્રોપર્ટી પસંદ કરે છે. 40 ટકા રેન્ટલ પુરવઠો દર મહિને રૂ. 10,000થી રૂ. 20,000ની રેન્જમાં છે.

–          મહાનગરોમાં 53 ટકા ભાડૂઆતો સેમિ-ફર્નિશ્ડ રેન્ટલ ઘરો પસંદ કરે છે, 32 ટકા અનફર્નિશ્ડ અને 15 ટકા ફૂલી ફર્નિશ્ડ ઘરો પસંદ કરે છે

–          કુલ પુરવઠાનો 69 ટકા મલ્ટિસ્ટોરે એપાર્ટમેન્ટ માટે છે, તો 15 ટકા અને 14 ટકા અનુક્રમે સ્વતંત્ર ઘરો અને બિલ્ડર ફ્લોર એપાર્ટમેન્ટ પસંદ કરે છે

મેજિકબ્રિક્સઃ ભારતની નંબર 1 પ્રોપર્ટી સાઇટ વિશે

પ્રોપર્ટીની ગ્રાહકો અને વિક્રેતાઓ પારદર્શક રીતે જોડાય એ માટે સૌથી મોટા પ્લેટફોર્મ મેજિકબ્રિક્સ દર મહિને 2 કરોડથી વધારે ટ્રાફિક ધરાવે છે અને 15 લાખથી વધારે પ્રોપર્ટી લિસ્ટિંગ્સનો સક્રિય બેઝ ધરાવે છે.

મેજિકબ્રિક્સ રિયલ એસ્ટેટની તમામ જરૂરિયાતો માટે ફૂલ સ્ટેક સર્વિસ પ્રોવાઇડર છે, જે 15+ સેવાઓ ધરાવે છે, જેમાં હોમ લોન્સ, ભાડાની ચુકવણી, મૂવર્સ એન્ડ પેકર્સ, કાયદાકીય સલાહ, પ્રોપર્ટીનું મૂલ્યાંકન અને નિષ્ણાતની સલાહ સામેલ છે.

15+ વર્ષના અનુભવ અને ઊંડી સંશોધન-આધારિત જાણકારી સાથે મેજિકબ્રિક્સ ભારતની અગ્રણી ઓનલાઇન રિયલ એસ્ટેટ યુટ્યુબ ચેનલ એમબીટીવી જેવા ઉપયોગી જાણકારી સંચાલિત પ્લેટફોર્મ અને અન્ય પ્રોપ્રાઇટરી ટૂલ્સનું પ્રતિનિધિત્વ પણ કરે છે, જેથી ઘરના ગ્રાહકો કિંમતના પ્રવાહો અને ધારણા, સ્થાનિક વિસ્તારની સમીક્ષા વગેરે સાથે સંબંધિત તમામ માહિતી મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.