પાટણમાં ગેરકાયદેસર હથિયાર રાખનાર બે શખ્સો ઝડપાયા
પાટણ,પાટણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે પરવાનગી વગરના હથીયારો રાખનારા શખ્સોને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડા વિજય પટેલએ જિલ્લાની તમામ પોલીસને સુચના આપી હતી. ત્યારે ગતરોજ પાટણ એસ ઓ જી, એલસીબી અને રાધનપુર પોલીસની સંયુક્ત ટીમે દેશી બનાવટના હથીયારો સાથે બે શખ્સોને આબાદ ઝડપી લીધા હતા. આ અંગે આગળની કાર્યવાહી રાધનપુર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે ગેર કાયદેસર હથીયાર રાખનારા તત્વોને ઝડપી લેવા પાટણ જિલ્લા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ગુરૂવારના રોજ પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પાટણ એસઓજી, એલસીબી અને રાધનપુર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
જેમાં ઉપરોક્ત ત્રણેય પોલીસ ટીમના જવાનોએ મોટી પીપળી હાઈવે માર્ગ પરથી બે યુવાનોને આબદ ઝડપી લીધા હતા.આ યુવાનો પાસેથી બે દેશી કટા, એક પીસ્તોલ અને ૧૦ કાર્ટિસ સહિત ત્રણ હથીયારો મળી આવ્યાં હતા. જેથી પોલીસે શખ્સોને ઝડપી રૂ. ૫૨,૦૦૦/- હજાર ની કિંમતના ત્રણ હથીયાર ઝબ્બે કરી વધુ પુછપરછ માટે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યાં છે.hs3kp