Western Times News

Gujarati News

પીએમ મોદીએ લખનૌમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની ૩નું ઉદ્ધાટન કર્યું

લખનૌ, પીએમ મોદીએ આજે લખનૌમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની ૩નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે ૮૦,૨૨૪ કરોડ રૂપિયાની ૧૪૦૬ પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યું. તેમણે ઈન્વેસ્ટર્સ સમિટને સંબોધન પણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં ૮૦ હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત કરાર થયા છે. આ રેકોર્ડ રોકાણ ઉત્તર પ્રદેશમાં રોજગારીની હજારો તકો ઊભી કરશે.

જે ભારત ઉપરાંત યુપીની ગ્રોત સ્ટોરી પણ બતાવે છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોના બાદ જે રીતે વૈશ્વિક પરિસ્થિતિઓ ઊભી થઈ તે આપણા માટે નવી તકો લઈને આવી છે. આપણે આગળ વધીને કામ કરવાનું છે. તેમણે યુવાઓને આગળ આવીને કામ કરવાની પણ અપીલ કરી.પીએમ મોદીએ કહ્યું કે યુપીની યુવા શક્તિમાં તે સામર્થ્ય છે કે તે તમારા સપના અને સંકલ્પોને નવી ઉડાણ, નવી ઊંચાઈ આપશે.

યુપીના યુવાઓો પરિશ્રમ, સામર્થ્ય, સમજ, સમર્પણ, તમારા બધા સપના સંકલ્પોને સિદ્ધ કરશે. હું કાશીનો સાંસદ છું આથી એટલું ઈચ્છીશ કે ક્યારેક સમય કાઢીને મારી કાશી આવીને જુઓ, કાશી ખુબ બદલાઈ ગઈ છે. વિશ્વની એવી નગરી કે જે પોતાના પુરાતન સામર્થ્ય સાથે નવા રંગરૂપમાં સજી શકે છે. તે યુપીની તાકાતનું જીવતું જાગતું ઉદાહરણ છે.

પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં ૮૦ હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત કરાર થયા. આ રેકોર્ડ રોકાણ યુપીમાં રોજગારીની નવી તકો ઊભી કરશે. જે ભારતની સાથે જ યુપીની ગ્રોથ સ્ટોરીને વધતી દેખાડે છે. દુનિયા આજે જે ભરોસાપાત્ર સાથીની શોધ કરે છે તેના પર ખરા ઉતરવાનું સામર્થ્ય ફક્ત ભારત પાસે છે. દુનિયા આજે ભારતના પોટેન્શિયલને પણ જુએ છે અને ભારતના પરફોર્મન્સને પણ બિરદાવે છે.

પીએમ મોદીએ કહ્યું કે આપણે જી૨૦અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. આજે ભારત ગ્લોબલ રિટેઈલ ઈન્ડેક્સમાં બીજા નંબરે છે. ભારત દુનિયાનો ત્રીજાે સૌથી મોટો એનર્જી કન્ઝ્‌યૂમર દેશ છે.ગત વર્ષે દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાંથી ૮૪ બિલિયન ડોલરનું રેકોર્ડ હ્લડ્ઢૈં આવ્યું. ભારતે ગત નાણાકીય વર્ષમાં ૪૧૭ બિલિયન ડોલર એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાથી વધુનો મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો.

હાલમાં જ કેન્દ્રની એનડીએ સરકારે પોતાના ૮ વર્ષ પૂરા કર્યા. આ વર્ષોમાં અમે Reform-Perform-Transform ના મંત્ર સાથે આગળ વધ્યા. અમે પોલીસી સ્ટેબીલિટી પર ભાર મૂક્યો, કોઓર્ડિનેશન, Ease of Doing Business પર ભાર મૂક્યો.પીએમ મોદીએ કહ્યું કે અમે અમારા રિફોર્મથી એક રાષ્ટ્ર તરીકે ભારતને મજબૂતાઈ આપવાનું કામ કર્યું છે. ર્ંહી One Nation-One Tax GST હોય કે પછી, વન નેશન- વન ગ્રિડ, વન નેશન- વન મોબિલિટી કાર્ડ હોય, વન નેશન- વન રાશન કાર્ડ હોય, અમારા પ્રયત્ન અમારી નક્કર અને સ્પષ્ટ નીતિઓનું પ્રતિબિંબ છે.

યુપીમાં ભારતની પાંચમા-છઠ્ઠા ભાગની વસ્તી રહે છે. એટલે કે યુપીના એક વ્યક્તિની સુખાકારી, ભારતના દર છઠ્ઠા વ્યક્તિની સુખાકારી થશે. મારો વિશ્વાસ છે કે યુપી જ ૨૧મી સદીમાં ભારતની ગ્રોથ સ્ટોરીને મૂમેન્ટમ આપશે. આ વખતે બજેટમાં અમે ગંગાના બંને કિનારા પર ૫-૫ કિમીના દાયરામાં કેમિકલ ફ્રી પ્રાકૃતિક ખેતીનો કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. યુપીમાં ગંગા ૧૧૦૦ કિમીથી વધુ લાંબી છે અને અહીંના ૨૫-૩૦ જિલ્લામાંથી પસાર થાય છે. પ્રાકૃતિક ખેતીની મોટી સંભાવના અહીં બની રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે ઝડપથી વિકાસ માટે અમારી ડબલ એન્જિનનની સરકાર Infrastructure, Investment અને Manufacturing એ ત્રણેય પર એક સાથે કામ કરી રહી છે. આ વર્ષના બજેટમાં સાડા સાત લાખ કરોડ રૂપિયાના અભૂતપૂર્વ capital expenditure નું allocation આ દિશામાં લેવાયેલું પગલું છે. પીએમ મોદીએ કહ્યું કે ૨૦૧૪માં દેશમાં ૧૦૦થી પણ ઓછી ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઈબરથી જાેડાયેલી હતી. આજે આ સંખ્યા પોણા બે લાખને પાર કરી ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે ૨૦૧૪માં આપણા દેશમાં ફક્ત સાડા છ કરોડ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઈબર્સ હતા. આજે તેની સંખ્યા ૭૮ કરોડથી વધુ થઈ છે.

૨૦૧૪માં એક જીબી ડેટા લગભગ ૨૦૦ રૂપિયાનો પડતો હતો. આજે કિંમત ઘટીને ૧૧-૧૨ રૂપિયા થઈ છે. ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં ડેટા આટલો સસ્તો મળે છે. ૨૦૧૪ પહેલા આપણા ત્યાં ૧૦૦ જેટલા જ સ્ટાર્ટ અપ્સ હતા. પરંતુ આજે દેશમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ્સની સંખ્યા પણ ૭૦ હજારને પાર પહોંચી રહી છે. હાલમાં જ ભારતે ૧૦૦ યુનિકોર્નનો રેકોર્ડ પણ બનાવ્યો. આપણી નવી ઈકોનોમીની માંગણી પૂરી કરવા માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતાઈનો ઘણો બધો લાભ તમને મળવાનો છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.