Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ રપ.૭૯ કરોડના પાણી પુરવઠાના કામો મંજૂર કર્યા

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં નાગરિકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે ભાવનગર મહાનગરપાલિકા તથા અમરેલી અને માળિયા-મિયાણા નગરપાલિકાઓ માટે કુલ રપ.૭૯ કરોડ રૂપિયાના પાણી પુરવઠાના વિવિધ કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજુરીઓ આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ભાવનગર મહાનગરપાલિકાની રૂ. ૧૪.પ૧ કરોડની જે દરખાસ્ત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને રજુ કરી હતી તેને તેમણે અનુમતિ આપી છેઆ દરખાસ્ત મંજુર થવાથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠા યોજનાની વિતરણ વ્યવસ્થા માટે તમામ ડી.આઇ પાઇપ લાઇન સાથે કામગીરી કરાશે

આના પરિણામે ભાવનગર મહાપાલિકામાં ર૦ર૦થી નવા સમાવાયેલા અધેવાડા ગામ વિસ્તારની રપ હજાર જેટલી જનસંખ્યાને પાણી વિતરણનો લાભ મળશે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજુ થયેલી અમરેલી નગરપાલિકાની પાણી પુરવઠા યોજનાના કામો માટેની ૭.ર૬ કરોડ રૂપિયાની દરખાસ્ત અને માળિયા-મિયાણા નગરપાલિકાની ૪.૦ર કરોડ રૂપિયાની દરખાસ્ત પણ મંજુર કરી છે

આ બંને નગરપાલિકા વિસ્તારની આગામી ર૦પર ના વર્ષની અંદાજિત વસ્તીને ધ્યાનમાં લઇને આ પાણી પુરવઠા યોજનાના કામોની મંજુરી આપવામાં આવી છે. માળિયા-મિયાણા નગરપાલિકાને હાલ નર્મદા પાઇપ લાઇનથી ર.ર૩ એમ.એલ.ડી અને અમરેલીને ર૬ એમ.એલ.ડી પાણી પુરવઠાનું વિતરણ કરવામાં આવે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે નગરપાલિકાઓ માટે મંજુર કરેલી સુચિત યોજનાના મુખ્ય ઘટકોમાં વિતરણ વ્યવસ્થા, કમ્પાઉન્ડ વોલ, ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક પી.વી.સી, ઊંચી ટાંકી, સંપ, પમ્પ હાઉસ, રાઇઝીંગ મેઇન, વીજજાેડાણ વગેરે બાબતોના કામોનો સમાવેશ થાય છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.