Western Times News

Gujarati News

મહિલા કોઈની માતા, કોઈની પત્ની બનીને ૧૦ વાર યુએસ જઈ આવી

અમદાવાદ, લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના મસમોટા કાંડની તપાસ કરી રહેલી પોલીસને અમદાવાદની એક મહિલા પણ તેમાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં રહેતી ૫૪ વર્ષની આ મહિલા કોઈની માતા તો કોઈની પત્ની બનીને અત્યારસુધી કમસે કમ ૧૦ વાર રીતે અમેરિકા જઈ આવી છે. અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતી આ મહિલાને એક ટ્રીપના અંદાજે પાંચ લાખ રુપિયા ચૂકવવામાં આવતા હોવાનું મનાઈ રહ્યું છે.

વળી, આ મહિલા શહેરમાં જિમખાના ચલાવતા એક વગદાર શખસની ખાસ મિત્ર છે, અને મોટા માથાંના કહેવાતા લોકો સાથે તેના સીધા સંપર્ક છે. કદાચ આ જ કારણે પોલીસ તેને આજ સુધી હાથ પણ નથી લગાડી શકી.એક અખબારના અહેવાલમાં જણાવાયું હતું કે, કઈ રીતે ગેરકાયદે રીતે અમેરિકા મોકલતા એજન્ટો નકલી ફેમિલી બનાવે છે, જેમાં સામેલ પુરુષ, મહિલા કે બાળકો એકબીજાને ઓળખતા સુદ્ધા નથી હોતા, અને તેમને એક જ પરિવારના સભ્યો બતાવીને અમેરિકા મોકલાતા હોય છે.

આ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને ભરત ઉર્ફે બોબી પટેલ જેવા એજન્ટે આ મહિલાને અલગ અલગ પુરુષો તેમજ બાળકો સાથે કમસે કમ ૧૦વાર અમેરિકા મોકલી છે.જે જિમખાના માલિકની આ મહિલા સારી મિત્ર છે, તે જિમખાનામાં એજન્ટ બોબી એટલે કે ભરત પટેલનો પણ ભાગ હોવાની ચર્ચા છે. આ જ જિમખાના જુલાઈ ૨૦૨૧ના ગાળામાં ખાસ્સું ચર્ચામાં આવ્યું હતું.

આ મહિલાએ ૨૦૦૧માં પહેલીવાર પાસપોર્ટ કઢાવ્યો હતો. ૨૦૧૮થી ફેબ્રુઆરી ૨૦૨૨ના ગાળામાં તેણે અમેરિકાની ૧૦ ટ્રીપ મારી છે, જેમાં તે નકલી ફેમિલી બનાવી અનેક લોકોને અમેરિકા પહોંચાડી આવી છે, તેમ એક પોલીસ અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું.પોલીસનું એવું પણ માનવું છે કે આ મહિલા ૨૦૧૮ પહેલા પણ અમેરિકા ગઈ હોઈ શકે છે, પરંતુ તેના પુરાવા હજુ સુધી હાથ નથી લાગ્યા.

ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોને અમેરિકા મોકલનારો ભરત પટેલ મેક્સિકો તેમજ કેનેડા રુટ પર ઓપરેટ કરે છે. તે પોતાના ક્લાયન્ટને પહેલા વાયા તુર્કી થઈને મેક્સિકો કે પછી કેનેડા પહોંચાડે છે, અને ત્યાંથી મોટાભાગે પગપાળા કે પછી બીજી કોઈ રીતે બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકામાં ઘૂસાડી દે છે. જાેકે, આ રીતે અમેરિકા જતાં લોકો પર જીવનું જાેખમ પણ રહેલું હોય છે.

ફેબ્રુઆરી ૨૦૨૨માં કેનેડાથી પગપાળા બોર્ડર ક્રોસ કરવામાં ડીંગુચાના ચાર સભ્યોનો પરિવાર કાતિલ ઠંડીમાં મોતને ભેટ્યો હતો, બીજા એક કિસ્સામાં કેનેડાથી બોટમાં બેસી અમેરિકામાં ઘૂસી ગયેલા છ પાટીદાર યુવકો ડૂબવાની તૈયારીમાં હતા ત્યારે જ અમેરિકાની પોલીસેછેલ્લા કેટલાક સમયથી એજન્ટોએ આઈલેટ્‌સના પેપરોનું સેટિંગ કરી તેમાં વધુ બેન્ડ અપાવી અમેરિકા જવા ઈચ્છતા લોકોને સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા મોકલવાનું પણ શરુ કર્યું છે.

આ લોકો કેનેડા પહોંચી જાય તેના થોડા જ સમયમાં ગમે તેમ કરીને તેમને અમેરિકામાં ઘૂસણખોરી કરાવી દેવાય છે. મહેસાણામાં આઈલેટ્‌સના પેપરના લૂંટ કેસની તપાસ કરતી પોલીસને આ બાબતે ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ હતી, જેમાં અમદાવાદથી એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.