મોડાસા શહેરમાં ધુમ્રપાન કરનાર લોકો સામે પોલીસની તવાઈ
૬ થી વધુ વ્યક્તિઓને દંડ ફટકાર્યો |
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ડી.વાય.એસ.પી ઈશ્વર પરમાર અને મોડાસા ટાઉન પોલીસે જીલ્લામાં સૌપ્રથમ વાર તમાકુ નિયત્રંણ અધિનિયમ-૨૦૦૩ કલમ હેઠળ જાહેર સ્થળોએ ધ્રુમપાન કરનાર અને તમાકુ યુક્ત પાન-મસાલા ખાનાર લોકો સામે તવાઈ બોલાવી દંડાત્મક કાર્યવાહી કરી ૬ લોકોને દંડ ફટકારી સ્થળ પર દંડની વસુલાત કરતા જાહેરમાં ધ્રુમપાન કરનાર અને મસાલા-ગુટકા ખાનાર શખ્શો જાહેરસ્થળો પરથી ગાયબ થઈ ગયા હતા.
રાજ્ય સરકારે ગુટખા,પાન-મસાલા અને જેમાં નિકોટીનની હાજરી હોય તેવા વેચાણ,સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ લાદી દીધો છે નિકોટનનું સેવન માનવ આરોગ્ય ને ખુબજ નુકશાન કારક હોવાથી અને ભાવિ પેઢી સ્વસ્થાને જાળવી રાખવા ડીવાયએસપી ઈશ્વર પરમાર ની રાહબળી હેઠળ મોડાસા ટાઉન પોલીસે મોડાસાના હાર્દસમા ચાર રસ્તા પર જાહેરમાં ધ્રુમપાન કરનાર અને પાન-મસાલા ગુટખા ખાનાર ૬ શખ્શો સામે તવાઈ બોલાવી સ્થળ પર દરેક શખ્શ પાસેથી ૧૦૦ રૂપિયા દંડ વસુલાત કરતા પાન-મસાલા, ગુટખા અને ધ્રુમપાન કરનાર યુવકો અને લોકો રફુચક્કર થઈ ગયા હતા પોલીસતંત્રની કામગીરીની મોડાસાના શહેરીજનોએ આવકારી હતી.
મોડાસા શહેરમાં લબરમૂછિયા યુવાનો અને સગીરો જાહેરસ્થળોએ બેખોફ બની વટ પાડવા સિગારેટના કશ ખેંચાતા ઠેર ઠેર નજરે જોવા મળી રહ્યા છે અને નશાના ખપ્પર માં હોમાઈ રહ્યા છે ત્યારે પોલીસતંત્રની કામગીરી થી જાહેરસ્થળોએ ધ્રુમપાન કરનાર યુવકો ગાયબ થઈ ગયા હતા.*