Western Times News

Gujarati News

સાબરકાંઠા એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલ સ્કોપીયો પકડી પાડી

(તસ્વીરઃ- મનુભાઇ નાયી, પ્રાંતિજ)

જીવન જોખમે સાબરકાંઠા એલસીબી ત્રણ ગાડીઓ દોડાવી વિદેશી દારૂ પકડયો: દારૂ ભરેલ સ્કોપીયો કાર ચાલકે ત્રણ રસ્તા પાસે બાઇક સવાર ને હડફેટે લીધો : સ્કોપીયો ચાલક ભાગી ગયો એકની પોલીસે અટકાયત કરી
(પ્રતિનિધિ) પ્રાંતિજ , સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા એલસીબી પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી દારૂ ભરેલ સ્કોપીયો અમદાવાદ તરફ જતી સ્કોપીયો નો ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલ કાર પકડી તો ૮૬,૪૦૦ નો વિદેશી દારૂ તથા સ્કોપીયો ગાડી મળી ૫,૮૬,૪૦૦ નો મુદ્દામાલ સાથે એક ની અટકાયત કરી .

હિંમતનગર એલસીબી ને બાતમી ના આધારે રાજસ્થાન તરફી સ્કોપીયો ઉપર બાજ નજર રાખવામાં આવી પણ જયારે સ્કોપીયો કાર ચાલકે પોલીસ ને જોઇ જતા કાર ભગાડી હતી તો હિંમતનગર એલસીબી દ્વારા પણ ત્રણ ગાડીઓ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો અને દારૂ ભરેલ સ્કોપીયો ચાલકે ફુલફાસ્ટ હંકારી પ્રાંતિજ અમિનપુર ભાખરીયા વિસ્તારમાં તરફ ભગાડી હતી તો પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે એક બાઇક સવાર ને ઈજાઓ પહોચાડી હતી તો એલસીબી દ્વારા પીછો ક્યો હતો તો તો પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે દારૂ ભરેલ સ્કોપીયો કાર નુ ટાયર ફાટતા સ્કોપીયો માં રહેલ બન્ને સ્કોપીયો મુકી ને ભાગ્યા હતાં જેમા હિંમતનગર એલસીબી દ્વારા સ્કોપીયો મા સવાર અખિલસિંહ ઉર્ફે દિપક બહાદુરસિંહ રાજપુત રહે. સજાનંદ ફલેટ બી ૧૦૧ સરસપુર મીલન ટોકીઝ ની બાજુ માં અમદાવાદ વાળા ની અટકાયત કરી હતી તો સ્કોપીયો ચાલક વિજય ઠાકોર રહે.ભીંડ ભંજન અમદાવાદ નો ભાંગી ગયો હતો તો એલસીબી પોલીસે રાજસ્થાન થી વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભરેલ ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂ ની ઓફીસર માર્કા ની પેટીઓ નંગ-૧૪ તથા રોમાનોવ વોડકા ની પેટીઓ નંગ-૪ મળી કુલ બોટલ નંગ-૨૧૬ જેની કિંમત ૮૬,૪૦૦ દારૂ ભરેલ ગાડી સ્કોપીયો ની કિંમત-૫,૦૦૦૦૦ મળી કુલ મુદ્દામાલ સાથે ૫,૮૬,૪૦૦ સાથે એક ની અટકાયત કરી હતી તો સ્કોપીયો ચાલક ભાગી ગયો હતો તો પ્રાંતિજ પોલીસે એલસીબી પોલીસ ફરીયાદ પ્રહર્ષ કુમાર કનુભાઇ ની ફરીયાદ ના આધારે પ્રોહીબીશન એકટ ૬૫ એ , ૧૧૬ બી ૮૧ , ૯૮ (૨) મુજબ ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.