શેરખાનની ફ્રેન્ચાઇઝ માટે આયોજિત વર્કશોપમાં અમદાવાદના ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ
અમદાવાદ, ભારતમાં ઓનલાઇન ટ્રેડિંગમાં પ્રણેતાઓમાં સ્થાન ધરાવતી શેરખાને ફુલ સર્વિસ બ્રોકરેજ હાઉસ સાથે બિઝનેસમાં રસ ધરાવતા ઉદ્યોગ સાહસિકો માટે 10 જૂનનાં રોજ સાંજે છ કલાકે ફોર્ચ્યુન પ્લાઝા ખાતે વર્કશોપનું આયોજન કર્યું છે.
શ્રી હનુમંત રાવ (શેરખાનના ફ્રેન્ચાઇઝ બિઝનેસના હેડ)નાં વડપણ હેઠળ આયોજિત વર્કશોપમાં ફ્રેન્ચાઇઝ માલિકો માટે બિઝનેસની તકો પર અને આ ભાગીદારીને કારણે ઉદ્યોગ સાહસિકોને કેવો બિઝનેસ મળી શકે તેનાં પર પેનલ ચર્ચા કરશે.
ભારતનો બ્રોકિંગ ઉદ્યોગ હાલ મજબૂત વૃધ્ધિ કરી રહી રહ્યો છે. રિટેલ ઇન્વેસ્ટર્સની ભાગીદારી ચાર ગણી વધી ગઈ છે. બ્રોકિંગ ઉદ્યોગ દર મહિને સરેરાશ 30 લાખ ગ્રાહકો ઉમેરી રહી છે. 19 ટકાનાં ચક્રવૃધ્ધિ દર (CAGR) એ ગુજરાતની વૃધ્ધિ દેશમાં સૌથી વધુ છે, જ્યારે
ટોચનાં 13 શહેરોમાં કુલ મળીને 23 ટકા વૃધ્ધિ નોંધાઈ છે. શેરખાનમાં ફ્રેન્ચાઇઝ બિઝનેસના હેડ શ્રી હનુમંત રાવે જણાવ્યું કે, “ભારતીયોમાં ઇક્વિટી માર્કેટમાં રોકાણકારોને ફરીથી વિશ્વાસ જાગ્યો છે ત્યારે ઉદ્યોગ સાહસિકો માટે વેપારની પુષ્કળ તકો રહેલી છે. માત્ર રોકાણકારો જ નહીં, પણ ઉદ્યોગ સાહસિકો પણ વધારાની આવક મેળવી શકે છે. સેમિનારમાં આવનારા ઉત્સાહી ઉદ્યોગ સાહસિકોની જરૂરિયાત સંતોષીને અમે તેમની સાથે ભાગીદારી કરવાનો પ્રયાસ કરીશું,
જેથી અમે સાથે મળીને પ્રગતિ કરીએ અને ગ્રાહકો અને રોકાણકારોને સફળ બનાવી શકાય. આમ, તમામ હિસ્સેધારકો માટે લાભની સ્થિતિ છે.” શેરખાન ફુલ-સર્વિસ બ્રોકરેજ હાઉસ છે, જે સંપૂર્ણ વિકાસ અને પારદર્શી બિઝનેસમાં માને છે.
વ્યાપક રિસર્ચ ટીમ અને 3500થી વધુ બિઝનેસ પાર્ટનર્સ ધરાવતી શેરખાન સ્થાનિક બિઝનેસ માટે બિઝનેસ ડેવલપમેન્ટ અને બિઝનેસ જનરેશન આઇડિયાઝ આપે છે અને ગ્રાહકો માટે કાર્યક્રમોનું આયોજન કરે છે. “બિઝનેસ ઓનર્સની ઊંચી લોકલ વિઝિબિલિટી અને શેરખાનની ઊંચી બ્રાન્ડ વેલ્યુને કારણે બ્રાન્ડ અને તેનાં પાર્ટનર્સ વચ્ચે સંબધો બંધાય છે.” રસ ધરાવતા તમામ સાહસિકો 888090666 પર મિસ્ડ કોલ કરીને ઇવેન્ટ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.