સ્ટોક એક્સચેન્જમાં ફરી ટેક્નિકલ ખામી: એનએસઈના ટર્મિનલ પર ઓપનિંગ સેશનમાં ભાવ અપડેટ ન થવાની ફરિયાદ
નવી દિલ્હી, ભારતના અને વિશ્વના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જમાં ફરી એક વખત ટેક્નિકલ ખામી સર્જાઈ છે. એનએસઈના ટર્મિનલ પર મંગળવારે સવારના ઓપનિંગ સેશનમાં જ ભાવ અપડેટ ન થવાની અનેક ફરિયાદો મળી રહી છે.રિપોર્ટ અનુસાર એનએસઈના ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં સવારથી જ ભાવ અપડેટ નથી રહ્યાં અને જુના ભાવ જ બતાવી રહ્યાં છે અને સામે પક્ષે બેંચમાર્ક ઈન્ડેકસ સેન્સેકસ-નિફટી અંદાજે પોણા ટકાના કડાકે ખુલ્યાં છે.
એનએસઈના ટર્મિનલ પર અને ખાસ કરીને વાયદા બજારમાં આ પ્રકારની ટેક્નિકલ સમસ્યાઓ સર્જાવી કોઈ નવી વાત નથી. ૨૦૨૨ના વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે એનએસઈ એક્સચેન્જ ખોરંભે ચઢ્યું હોય. આ પ્રકારના ટેક્નિકલ સમસ્યાઓને કારણે હજારો કરોડના અટવાઈ શકે છે અને ખૂબ જ ભારે તફાવત ખરીદ-વેચાણના સોદામાં થઈ શકે છે.જાેકે ૯.૪૦ વાગ્યાની અપડેટ પ્રમાણે ધીરે ધીરે આ ટેક્નિકલ સમસ્યા સુધારી લેવામાં આવી છે
અને ફ્યુચર એન્ડ ઓપ્શનના નવા ભાવ અમુક બ્રોકરોને ત્યાં અપડેટ થવાના શરૂ થઈ ચૂક્યાં છે.જાેકે વારંવાર સર્જાતી આ સમસ્યાઓ અંગે સેબી પણ કડક વલણ અપનાવી રહ્યું છે અને આજની આ ઘટના અંગે પણ નેશનલ સ્ટોક એક્સચેન્જ પાસે ખુલાસો માંગ્યો છે.
ભારતના બજાર મૂલ્યની દ્રષ્ટિએ સૌથી મોટી કંપની રિલાયન્સમાં આજે સર્જાયેલ ટેકનિકલ ખામીની અસર જાેવા મળી હતી. રિલાયન્સ જેવા શેરમાં વાયદા બજારમાં મંગળવારે સવારના સત્રમાં જ ઉપલી સર્કિટ લાગી હતી અને નીચલી સર્કિટ નજીકનો ટ્રેડ જાેવા મળ્યો હતો.
રિલાયન્સ જેવા શેરમાં આ પ્રકારની હિલચાલે રોકાણકારોના જીવ અદ્ધર કર્યા હતા. ટ્રેડરો માંગણી કરી રહ્યાં છે કે એક્સચેન્જે આ સોદા રદ્દ કરવની જાેઈએ.SS2KP