Western Times News

Gujarati News

કાશ્મીરમાં ચાલુ વર્ષે ટાર્ગેટ કિલિંગમાં ૨૨ લોકોનાં મોત થયા

નવી દિલ્હી, આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ૨૦ ટાર્ગેટેડ હુમલાઓમાંથી મોટા ભાગના લઘુમતીઓ, પ્રવાસીઓ અને સુરક્ષા કર્મચારીઓને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે આવા ૧૪ કેસોમાં સુરક્ષા દળોએ તે આતંકવાદીઓ અથવા તેમના કથિત સહયોગીઓને મારી નાખ્યા છે અથવા તેમની ધરપકડ કરી છે જેઓ ટાર્ગેટેડ હુમલામાં સામેલ હોવાની આશંકા છે જ્યારે ૬ કેસ હજુ ઉકેલવાના બાકી છે. રાજ્ય પોલીસના ડેટા પરથી આ માહિતી પ્રાપ્ત થઈ છે.

આ ૨૦ ટાર્ગેટેડ હુમલાઓમાં માર્યા ગયેલા ૨૨ લોકોમાં ૧ કાશ્મીરી પંડિત સરકારી કર્મચારી, ૧ રાજપૂત સમુદાયનો સભ્ય, ૪ પ્રવાસી અને ૪ પંચાયત સ્તરના નેતાઓનો સામેલ છે. આ યાદીમાં ૪ પોલીસ કર્મચારીઓ, ૧ આર્મી જવાન, ૨ સીઆરપીએફજવાનો, ૨ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાનો અને ૩ સ્થાનિક રહેવાસીઓનો પણ સામેલ છે.મધ્ય કાશ્મીરમાં માર્યા ગયેલા લોકોમાં બડગામમાંથી ૭ અને શ્રીનગરના ૩ લોકો સામેલ છે.

દક્ષિણ કાશ્મીરમાં થયેલા ૧૦ મોતમાં કુલગામમાં ૫, પુલવામામાં ૩ અને અનંતનાગ અને શોંપિયામાં ૧-૧ સામેલ છે. ઉત્તરી કાશ્મીરના બારામૂલામાં ૨ લોકો ટાર્ગેટેડ કિલિંગનો શિકાર થયા છે. ૬ વણઉકેલાયેલા કેસોમાં તાજેતરના બે દિવસમાં ત્રણ હુમલામાં ૩ હત્યાઓ સામેલ છે. તેમાંથી જમ્મુની મહિલા શિક્ષક રજની બાલીની ૩૧ મેના રોજ, રાજસ્થાનના બેંક મેનેજર વિજય બેનીવાલની ૨ જૂને અને ૨ જૂને જ બિહારના મજૂર દિલખુશ કુમારની હત્યા કરવામાં આવી હતી.

જમ્મુ અને કાશ્મીર પોલીસના રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે કે, લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી જે ૨૧ એપ્રિલે બારામુલ્લાના માલવાહ ગામમાં માર્યો ગયો હતો તે આ ૨૨માંથી ૩ હત્યાઓમાં સામેલ હતો.કેન્દ્ર સરકારે લક્ષ્યાંકિત હત્યાઓને રોકવા માટે કાશ્મીરના અંતરિયાળ વિસ્તારોમાંથી ૪,૫૦૦ કાશ્મીરી હિન્દુ અને અન્ય લઘુમતી કર્મચારીઓને જિલ્લા મુખ્યાલય અને તહેસીલ મુખ્યાલયોમાં તૈનાત કરવાનો ર્નિણય લીધો છે.

તેમના દ્વારા સૂચવવામાં આવેલી જગ્યા પર લગભગ ૬૦૦ કાશ્મીરી હિન્દુઓને નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાંથી ૧૩૦ દંપતી છે. આ ઉપરાંત દેશભરમાંથી કાશ્મીરમાં કામ કરવા ગયેલા લઘુમતીઓની વસાહતોની આસપાસ સુરક્ષા દળોનું પેટ્રોલિંગ પણ વધારવામાં આવી રહ્યું છે. આતંકવાદ વિરોધી કામગીરીમાં મ્જીહ્લ અને જીજીમ્ની ભૂમિકા પણ વધારવામાં આવી રહી છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.