ઈલેક્ટ્રિકલ એન્જિનિયરના ઓર્ગન ડોનેશનથી ચારને મળશે નવું જીવન
વડોદરા,બ્રેન ડેડ જાહેર કરાયેલી શહેરની ૩૦ વર્ષીય યુવતીના ઓર્ગન અમદાવાદ અને મુંબઈના ચાર દર્દીઓને નવું જીવન આપશે. ઈલેક્ટ્રિકલ એન્જિનિયર અને મહાનગરપાલિકામાં નોકરી કરતી કોમલ પટેલ હાલમાં જ તેના મમ્મી સાથે કેદારનાથની યાત્રા પર ગઈ હતી, જ્યાં તેને અચાનક આંચકી આવવા લાગી હતી. પહેલા તેને ત્યાંની નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી તેને રવિવારે રાતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં રિફર કરાઈ હતી.
PSH ખાતે, તેના મગજમાં પોલાણ (સેલિબ્રલ સાઈનસ) હોવાનું નિદાન થયું હતું. તબિયત સતત લથડતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, જ્યાં તેને બાદમાં બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી. અમે તેના ઓર્ગન ડોનેટ કરવાનું નક્કી કર્યું છે, જેથી તે અન્ય કેટલાકને નવું જીવન આપી શકે’, તેમ કોમલ પટેલના ભાઈ વિશાલ પટેલ, જે સરકારી કર્મચારી છે તેણે મંગળવારે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું. તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી છે.
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે જાહેરાતના ૨૪ કલાકની અંદર ઓર્ગન રિટ્રીવલ પ્રોસેસ પૂરી કરી હતી. ઓર્ગનને ઝડપથી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે’, તેમ PSH ના મેડિકલ ડિરેક્ટર ડો. કોમલ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે,PSHyu SOTTO દ્વારા મંજૂર થયેલું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર છે.
પરિવારની સંમતિથી મૃતકનું હૃદય, લિવર, બે કિડની, આંખો અને વાળનું દાન કરવામાં આવ્યું છે. તેનું હૃદય મુંબઈના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થશે, તેનું લિવર અને બે કિડની અમદાવાદના ત્રણ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. તેની આંખો પ્રજ્ઞાચક્ષુ દર્દીને આપવામાં આવશે’, તેમ PSH ના ચીફ ઈન્ટેસ્ટિવિસ્ટ ડો. મિબ્હા રંગવાલાએ જણાવ્યું હતું. પરિવારે કેન્સરના દર્દીઓ માટે વાળનું દાન કર્યું હતું. ‘અમે ખૂબ જલ્દી લાઈવ ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરીશું’, તેમ PSHના મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડો. કૃપા વાઘેલાએ કહ્યું હતું.SS1KP